fbpx
ભાવનગર

માનવતા હજી જીવંત છે, તેનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું નિકુંજ જાનીએ

આપણા દાહોદ ખાતે જે.કે. લક્ષ્મી સિમેન્ટમાં સિનિયર ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. ટ્રેનમાં મુસાફરી કરતી વેળા યુવકને લેપટોપની બેગ મળી આવી હતી. જે દાહોદ રેલવે સ્ટેશન પહોંચી પોલીસ મારફતે માલિક સુધી બેગ પહોંચાડી હતી. માનવતા હજુ પણ જીવંત છે, નિકુંજ જાની દાહોદ ખાતે જે.કે. લક્ષ્મી સીમેન્ટમાં સિનિયર ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે. દરમિયાન નિકુંજ ટ્રેન મારફતે સુરત થી દાહોદ તરફ આવતો હતો, ત્યારે તેની સીટ પર અગાઉના કોઈ મુસાફરનું બેગ હતું. આ બેગ અંગે નિકુંજે આસપાસના લોકોમાં પુછપરછ કરી હતી. છતા પણ બેગનો કોઈ માલિક મળ્યો નહતો. નિકુંજે બેગ જોતા તેમા લેપટોપ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.

માનવતાના દ્રષ્ટીકોણથી નિકુંજે આ બેગ દાહોદ પહોંચી રેલવે પોલીસને સોંપી હતી. રેલવે પોલીસે ગણતરીના કલાકોમાંજ આ બેગના માલિક હુજેફા અત્તરવાલાનો સંપર્ક કર્યો હતો. હુજેફાએ આ બેગ દાહોદમાં રહેતા તેના સંબંધી અલીભાઈને આપવાનું જણાવ્યું હતું, અને રેલવે પોલીસ તથા નિકુંજનો આભાર માન્યો હતો. હુજેફાના સંબંધી અલીભાઈએ પણ પોલીસ પાસેથી આ લેપટોપની બેગ પરત લેતી વેળા નિકુંજ અને પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/