fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ધનવંતરી રથને જિલ્લા કલેક્ટર ડી. કે પારેખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ” નું ભાવનગર જીલ્લામાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડી.કે.પારેખનાં વરદ હસ્તે લીલી ઝંડી આપી ધનવંતરી રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું.

ધનવંતરી આરોગ્ય સ્થ બાંધકામ શ્રમિકો માટે છે. કડિયાકામ, પ્લાસ્ટરકામ, સુથારીકામ, લુહારીકામ, ઈલેકટ્રીશીયન, વાયરમેન, કલરકામ, ધાબા ભરવાના કામ, ટાઈલ્સ ફિટીંગ્સ કામ, પ્લમ્બર કામ જેવા ૩૨ પ્રકારના કામો નો આમાં સમાવેશ થાય છે. ધનવંતરી આરોગ્ય રથ નો મુખ્ય ઉદ્દેશ્ય બાધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઇ રહે તે માટેનો છે.

અત્યાર સુધી કુલ એક ધનવંતરી આરોગ્ય રથ ભાવનગર જીલ્લાના કુલ ચાર(૪) કડીયાનાકા (વડલા, બોરડી ગેટ, લિંબડિયું, મંત્રેશ), બાંધકામ શ્રમિક વસાહત, બાંધકામ શ્રમિક સાઇટ માટે કાર્યરત છે. હાલ ભાવનગર જીલ્લા ખાતે ફુલ ત્રણ(૩) નવા ધન્વંતરી આરોગ્ય રથ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ છે. જેમાં એક(૧) નારી, બે(૨) સિહોર અને ત્રણ(૩) મહુવા માટે ફાળવવામાં આવેલ છે.

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમીક સારવાર, પેશાબની તપાસ, બિપીની તપાસ, લોહીની તપાસ, બલ્ડ શુગર જેવી અનેક સુવિધા આપવામાં આવે છે. ધનવંતરી આરોગ્ય રથની કામગીરીમાં બાંધકામ શ્રમીકોને ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે અને યોજનાકીય માહિતીથી અવગત કરવામાં આવે છે. ધનવંતરી આરોગ્ય રથના સ્ટાફમાં હાલ એક-એક(૧) મેડીકલ ઓફિસર, પેરામેડીકલ સ્ટાફ, લેબ ટેકનિશીયન, લેબર કાઉન્સીલર, અને ડ્રાઈવર ઉપલબ્ધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/