fbpx
ભાવનગર

બુકશેલ્ફ આયોજિત એક વિષય પરના ૨૩ પુસ્તકોનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો

બુકશેલ્ફ – ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત એકી સાથે એક વિષય પરના ૨૩ પુસ્તકોનો ભવ્ય લોકાર્પણ સમારોહ તા. ૨૫-૨-૨૦૨૩ના રોજ મેડિકલ એસોસિએશન હોલ, અમદાવાદ ખાતે યોજાય ગયો. સુખ્યાત સર્જક ભાગ્યેશ જહા અને અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતના જાણીતા સાહિત્યકારોએ ભાગ લીધો હતો.  

વિશ્વપ્રસિદ્ધ કલામર્મજ્ઞ સી. બી. પટેલ(લંડન) અને બુકશેલ્ફના સર્જક હિરેન શાહ અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. આઝાદીના ૭૫ વર્ષનું સરવૈયું લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા, રક્ષા શુક્લ, પરીક્ષિત જોશીએ રજૂ કર્યું હતું. પ્રદીપ ત્રિવેદી, જયવંત પંડ્યા, દિવ્યેશ વ્યાસ, નિરાલી બદિયાણી, કાશ્યપી મહા અને સુરેશ શ્રોફએ આઝાદીના અમૃત મહોત્સવની પ્રસ્તુતતા સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું. 

જાણીતા ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથીએ દેશભક્તિનાં ગીતો રજૂ કર્યા હતાં. લોકપ્રિય લેખક રાજ ભાસ્કરે ભાવવાહી શૈલીમાં સંચાલન અને જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીએ સુચારુ સંકલન કર્યું હતું. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/