fbpx
ભાવનગર

તલગાજરડા ખાતે હનુમાનજી જન્મોત્સવ સંગીત સમારંભની બીજી રાત્રિ બેઠકમાં સંતૂર અને તબલાંએ શ્રોતાઓને ડોલાવ્યા

શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમંત સંગીત મહોત્સવ (૪૩)ની બીજી રાત્રિ બેઠકમાં બે સંગીત કલાઓની પ્રસ્તુતિ દ્વારા હનુમાનજીને સ્વરાંજલિ આપવામાં આવી હતી.

પંડિત રાહૂલ શર્મા બડે બાપ કે બેટે-પિતાજીની ધરોહર નિભાવી રહ્યા છે.સંતૂર ઘરાના કદાચ તેની દેહલીજથી જ શરુ થાય છે.દાદાજી કાશ્મીરનાં લોકવાદ્ય પર પ્રયોગ કરીને લાવ્યા,પિતા શિવકુમાર શર્માએ દેશ દુનિયાને સંતૂરનો પરિચય કરાવ્યો.સૌ પ્રથમ ઝનક ઝનક પાયલ બાજે ફિલ્મથી સંતૂર વાગી.

શતતંત્રી વીણાના આધારે બને છે.જાણે કે વહેતું ઝરણું એવું ભીનું-ભીનું વાદ્ય..

પંડિત રાહુલ શર્મા દ્વારા શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં સંતૂર વાદનનાં પ્રારંભે રાગ ઝીંઝોટીમાં આલાપ,બાદ જોડ,ઝાલાથી પ્રારંભ કરીને સાત માત્રાનાં રૂપક તાલ પર મધ્ય,દ્રૂત લયમાં સંગીત ગુંજ્યું.

બીજા કલાકાર ઉસ્તાદ ફઝલ કુરેશી પર મોટા ઘરાનાનાં,એમના પિતાજીની ધરોહર નીભાવી રહ્યા છે.પંડિત રવિશંકર તથા ઉસ્તાદ અલીઅકબરખાં સાહેબ જ્યારે સિતાર,સરોજ લઇ દેશ-વિદેશમાં ફરતા ત્યારે ઉસ્તાદ અલ્લારખા ખાં સાહેબ તબલા પર તાલ સાથે સંગત કરી હતી.

અહીં સંગીતની પરિભાષામાં બે તિહાઇ થઇ રહી છે:એક તો ફઝલ કુરેશીજી  આજે,બીજીવાર અલ્લારખા ખાં સાહેબ સાથે ને પંડિત શિવકુમાર શર્મા સાથે સંગતિ થઇ અને બે-અલ્લારખા ખાં સાહેબ ઉસ્તાદ ઝાકીર હુસેન અને હવે ઉસ્તાદ ફઝલ કુરેશીને પણ ચિત્રકૂટ ખાતે હનુમંત એવોર્ડ મળી રહ્યો છે.

આવતીકાલે સવારે હનુમાન જયંતિ પર,વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમ નૃત્યવંદના,ત્યારબાદ સુંદરકાંડને સમૂહપાઠ અને બાદમાં ૧૩ વિધ-વિધ એવોર્ડ અર્પણ વિધિ થશે.

બાદમાં મોરારીબાપુની પ્રાસંગિક અભિવ્યક્તિ બાદ આ કાર્યક્રમનું સમાપન થશે.

દર વર્ષે સાહિત્ય,કલા,સંગીત-નૃત્ય-નાટક-હિન્દી ગુજરાતી અને વિવિધ ક્ષેત્રની રંગભૂમિ,ફિલ્મ, ટીવી અને સંસ્કૃત સાહિત્ય અને સદભાવના એવોર્ડથી કલા ઉપાસકોને સન્માનિત કરવામાં આવે છે.

આ વર્ષે જાણીતા કલાકાર જેકી શ્રોફ અને અન્ય કલા ઉપાસકોની વંદના થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/