fbpx
ભાવનગર

ચિત્રકૂટ ધામ ખાતે પૂ. મોરારીબાપુની સન્નીધીમા શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

દર વર્ષની જેમ હનુમંત એવોર્ડ,નટરાજ, એવોર્ડ, સદભાવના એવોર્ડ, કૈલાશ લલિત કલા એવોર્ડ, અવિનાશ વ્યાસ એવોર્ડ, વાચસ્પતિ અને ભામતી પુરસ્કાર સહિત 13 એવોર્ડ દ્વારા પૂજ્ય મોરારીબાપુએ એવોર્ડ અર્પણ કરીને વંદના કરી હતી.

ભારતીય ફિલ્મોના કલાકાર જેકી શ્રોફ તેમજ ટીવી સીરીયલ ના કલાકાર સુનિલ લહેરી (રામાયણ ટીવી સીરીયલના લક્ષ્મણ) વગેરે 13 મહાનુભાવોએ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ વેળાએ મોરારિ બાપુ એ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. અને જણાવ્યું હતું કે,

અમારું નૃત્ય રામ છે,ગાયન,કથન રામ છે,મૌન રામ, બોલવું રામ,અગ્નિ ને આકાશ રામ છે,શ્વાસ ને વિશ્વાસ રામ છે.

હું પદનો ઉપાસક નથી,હું પાદુકાનો ઉપાસક છું, તેથી મારી પાસે તમને વંદન કરવાનું આ બહાનું છે.

પરમ ગાયનાચાર્ય,પરમ વ્યાકરણચાર્ય હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે ત્રિદિવસીય હનુમંત જન્મ મહોત્સવના અંતિમ દિવસે, સુંદરકાંડનું ગાન, હનુમાનજી મહારાજની આરતી બાદ, ભરતનાટ્યમના વિદ્વાન રમા વૈદ્યનાથને નૃત્ય રજૂ કર્યું અને ત્યારબાદ ૧૩ વિવિધ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમ 

પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ જણાવ્યું હતું કે જેનો જન્મ આપણું જીવન છે,જે આપણા જીવનદાતાછે,તેમની અજર-અમર ચેતનાને વંદન. બાપુએ કહ્યું કે આપણું નૃત્ય રામ છે,આપણું ગાવું એ રામ છે,વગાડવું,સાંભળવું,કથન એ રામ છે, મૌન રામ છે, બોલવું એ રામ છે, શ્વાસ અને વિશ્વાસ રામ છે. પાણી,અગ્નિ રામ છે, આપણું આકાશ રામ છે.

તમે બધા કલાકાર નથી,તમે સાધકો છો.કલાકાર એ એક નાનો શબ્દ છે.આપણા શાસ્ત્રોમાં ત્રણ જીવો છે:વિષયી, સાધક અને સિધ્ધ.હું પાદુકાનો ઉપાસક છું,પદનો ઉપાસક નથી, તેથી જ મારી પાસે તમને વંદન કરવાના તમામ એવોર્ડ-પુરસ્કાર બહાના છે.

રામચરિતમાનસમાં સાત ગુરુઓની વ્યક્ત-અવ્યક્ત સ્વરૂપમાં ચર્ચા કરવામાં આવી છે:ગુરુ,શ્રી ગુરુ,કુલગુરુ, ધર્મગુરુ,જગતગુરુ, સદગુરુ અને ત્રિભુવન ગુરુ.જેનીમાં આ સાતેય છે તે હનુમાનજીનો આજે જન્મદિવસ છે.

હનુમંત તત્વને વિશેષ રીતે ગ્રહણ કરવા માટે સંબંધ બાંધવો પડે છે:એક- હનુમાનજી એક માણસના સચિવ છે, તે માણસ સુગ્રીવ.સુગ્રીવ ખૂબ દોડે છે.બહુ દોડ સારી નથી.હનુમંત જેવો સચિવ પહેલા રામ અને પછી રાજ આપે છે.બીજું- હનુમાનજી રામના દૂત છે આપણે કોના દૂત છીએ? રામના કે હરામનાં?ત્રીજું -હનુમાનજી લંકિની માટે ચોર છે.જે પ્રગતિ કરે છે,રામને પોતાનું જીવન સમર્પિત કરે છે તેને કોઇ ચોર પણ કહેશે. પરંતુ અંતે હનુમાનજી સાધુ નૂકળે છે,એ લંકિની માટે.ચાર – વિભીષણ માટે ભાઈ છે.પાંચ – જાનકી માટે પુત્ર છે.જાનકી માત્ર સ્ત્રી નથી, શ્રી ગુરુ છે.સાત-લક્ષ્મણના જીવનદાતા અને એક રીતે રાવણ માટે નિર્વાણ આપનાર છે.

બાપુએ તમામ પુરસ્કારો-એવોર્ડ મેળવનારાઓ પ્રત્યે પોતાનો રાજીપો વ્યક્ત કરીને હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર વિશ્વ,ત્રિભુવનને હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી એ સાથે ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપ્ત થયો હતો. એવોર્ડ કાર્યક્રમનું  સંચાલન હરિશ્ચંદ્ર જોશી એ બખૂબી નિભાવ્યું હતું. જ્યારે સંકલનમાં જયદેવભાઈ માંકડ, નિલેશ વાવડિયા સહિતના રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/