fbpx
ભાવનગર

ડમી ઉમેદવાર કાંડ મામલે કોંગ્રેસે કર્યા સરકાર પર આકરા પ્રહાર, “જવાબદાર લોકો હજુ પકડી શકી નથી”

ડમી ઉમેદવાર કાંડ મામલે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહની પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ‘યુવરાજસિંહ, યુવરાજસિંહના સાળા સહિત લોકોની ધરપકડ કરવામાં આવે છે પણ જવાબદાર લોકો હજુ પકડી શકી નથી.’ તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, ‘આતિશ વોરા કે પૂર્વ મંત્રીઓની પૂછપરછ કરવામાં કેમ નથી આવતી. પ્રિન્ટિંગ પ્રેસ માલિકની પૂછપરછ કરવામાં ક્યારે આવશે. પૂર્વ મંત્રીઓના નામ છે તો તેમની પૂછપરછ કરશે કે નહીં? ભ્રષ્ટાચારના છેડા કયા અધિકારીઓ અને નેતા સુધી પહોંચ્યા છે? લાખ્ખો બેરોજગાર યુવાનો આ સવાલ તમને પૂછી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘પેપર લિક મામલે પ્રિન્ટિંગ પ્રેસની પણ તપાસ થવી જાેઈએ અને તેના માલિક સામે કેમ કેસ કરવામાં આવતો નથી.’ ઉલ્લેખનીય છે કે, ડમી કાંડમાં તોડ કાંડનો વળાંક આવ્યા બાદ આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. જીૈં્‌ની રચના કરીને આ કેસમાં ઝડપી તપાસ સાથે શંકાના ઘેરામાં આવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

આ કેસમાં સુરતથી યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ઉર્ફે કૃષ્ણદેવસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં કાનભાની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. આ દરમિયાન ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે જે મામલે પણ મોટો ખુલાસો થઈ શકે છે. તોડ કાંડમાં રૂપિયાની લેવડ-દેવડ મામલે પોલીસને જે પુરાવા મળ્યા છે તેના આધારે તપાસ કરીને કાનભાની ધરપકડ કરવામાં આવી છે. કાનભાને આ કેસમાં સુરતથી ભાવનગર લઈ જઈને તેમની આ કેસમાં કેવા પ્રકારની ભૂમિકા હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. આ કેસમાં કાનભા અને યુવરાજસિંહ એમ સાળા-બનેવીને આમને સામને બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. ડમી કાંડમાં નામ ખુલ્યું છે તે આરોપી અને યુવરાજસિંહનો સાળા સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરાના પાલ વિહાર એપાર્ટમેન્ટમાં રોકાયા હતા. અહીં તેઓ મિત્ર વિક્રમ પાલના ફ્લેટમાં રોકાયા હતા. જ્યાંથી પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી લીધી છે. પોલીસે દરવાજાે ખખડાવતા કાનભાએ ખોલ્યો નહોતો આ પછી પાડોશીની મદદથી પોલીસે દરવાજાે ખોલાવીને કાનભાને ઝડપી લીધા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/