fbpx
ભાવનગર

ભાવનગરમાં ભગુડા માંગલ ધામ ખાતે યોજાશે ૨૭મો પાટોત્સવ

ભાવનગરના ભગુડા ખાતે આવેલું માંગલ ધામ આગવું મહત્વ ધરાવે છે. જાેત જાેતામાં તેની સ્થાપનાને ૨૭ વર્ષનો સમય વીતી ગયો છે. આગામી ૨ મેએ માંગલ ઘામ ખાતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે માંગલ ધામ પોતાના ૨૭ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જે નિમિત્તે માંગલ ધામ ખાતે ૨૭માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં પૂ. મોરારી બાપુ, ગુરુ ગોરખનાથ આશ્રમ જુનાગઢના મહંત યોગી પીર શેરનાથ બાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, દુધરેજ વડવાળા દેવની જગ્યાના મહંત કણીરામ બાપુ, પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત ર્નિમળાબા, રામબાપુ, રાજેન્દ્રદાસબાપુ, ધનસુખનાથ, જીણારામ બાપુ, રમજુબાપુ તથા લેહરગીરીબાપુ સહિત અનેક સંતો મહંતો અને આઈ માં ઉપસ્થિત રહેશે.

પૂજ્ય સંતોની હાજરીમાં કિર્તીદાન ગઢવી, પોપટ ભાઈ માલધારી , સાગરદાન ગઢવી, સહિતના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહીને સંતવાણીનું રસપાન કરાવશે. આ ૨૭મા પાટોત્સવ દરમિયાન સાહિત્ય તથા લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના વિદ્વાન મહાનુભાવોને માંગલ શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વર્ષે કુલ છ એવોર્ડ અર્પણ થનાર છે. જેમાં બળદેવભાઈ નરેલા, હરેશદાન મીસણ, જીતુદાન ટાપરિયા, દરબાર પૂંજાવાળા, કવિ ત્રાપજકર અને માયાભાઈ આહીર સહિતના લોક સાહિત્યકાર અને ચારણી સાહિત્યના વિદ્વાન મહાનુભાવોને માંગલ શક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/