fbpx
ભાવનગર

બાલદેવોભવ શહેરની ૧૫૦ આંગણવાડીનાં ૫૦૦૦ ભૂલકાંઓને તાલીમબદ્ધ કરાશે

ભાવનગર શહેરની ૧૫૦ આંગણવાડીનાં ૫૦૦૦ ભૂલકાંઓને તાલીમબદ્ધ કરાશે શિશુવિહાર સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૨થી પ્રારંભાયેલ આંગણવાડી તાલીમ અંતર્ગત સતત ૧૧ મા વર્ષે યોજાતી બાળકો માટેની જીવન શિક્ષણ તાલીમ તારીખ ૯ જૂનથી શરૂ થશે.ખાસ મુંબઈથી પધારેલ શ્રી નિલેશ પ્રફુલભાઈ સૂચક તથા પરીખ ફાઉન્ડેશનનાં સી.ઈ.ઓ. ભવ્યભાઈ શાહની ઉપસ્થિતિમાં ભૂલકાંઓ તાલીમ નિદર્શન કરશે. આ પ્રસંગે મેયરશ્રીનાં વરદ્દ હસ્તે ભાવનગરનાં ભૂલકાંઓની તાલીમ માટે ઉત્તમ વાતાવરણ આપનાર બંને મહાનુભાવોનું વિશેષ અભિવાદન થશે.પાંચ મે થી શરૂ થયેલ આંગણવાડી તાલીમનાં બીજા સત્ર પ્રારંભે શહેરની ૩૧૬ આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહેશે. જેમને બાળશિક્ષણવિદ્દો દ્વારા તા. ૯ જૂન શુક્રવાર સવારે ૧૦:૩૦એ શિશુવિહાર પ્રાંગણમાં સંબોધિત કરાશે. બાલદેવોભવની ઉત્કૃષ્ટ ભાવનાથી વર્ષ ૧૯૫૩થી પ્રારંભાયેલ શ્રી મોંઘીબહેન બધેકા બાલમંદિર પરિસરમાં યોજાનાર સમારોહમાં પધારવા નાગરિકોને ભાવભર્યુ નિમંત્રણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/