fbpx
ભાવનગર

શિશુવિહાર દ્વારા નગરપાલિકામાં ભણતાં ૧૭૦૦ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ

ભાવનગર નગરપાલિકામાં ભણતાં ૧૭૦૦ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહારનાં ઉપક્રમે સતત ૧૨મા વર્ષે ૧૭૦૦ ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, ૫ નોટબુક, કંપાસ સેટ તેમજ વોટર બોટલ સાથે શુઝનું વિતરણ કરાયું છે.

શિક્ષકોનાં સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા શ્રી બાબુલભાઈ વ્હોરા, શ્રી અપૂર્વભાઈ ખીમચંદભાઈ ઠક્કર, શ્રી દિનેશભાઈ એ. શાહ, શ્રી ભરતભાઈ જે. કોઠારી, સ્વ. વિજ્યાબહેન બલદેવભાઈ પરમાર, શ્રી વી.એમ.શાહ તથા શ્રી શાંતાબહેન વી. શાહ, શ્રી ભાગ્યવંતીદેવી પૂખરાજજી મહેતાનાં આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ મા અથવા પિતાના સહકાર વિના શિક્ષણ લેતા બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવી રહી છે.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અને વિભાગના સહકારથી પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમનાં બીજા ચરણમાં શિક્ષકો સાથે તેમની સામાજિક જવાબદારી વિષયે વાર્તાલાપ યોજાશે અને શ્રમિક બાળક શિક્ષણની મુખ્યધારામાંથી બહાર ન આવે તે માટે શિક્ષકો પણ પ્રોત્સાહન આપનાર બની રહેશે.

નગરપાલિકાની શાળાનાં શિક્ષકો તથા શિશુવિહાર સંસ્થાનાં આ પ્રયત્નોની અસરકારતા ભુજ, સુરત, રાજકોટ, વડોદરા જિલ્લામાં વિસ્તરી છે, જે નોંધનીય બને છે.આ તબક્કે શિશુવિહાર દ્વારા જરૂરિયાતમંદ બાળકો સુધી શૈક્ષણિક સાધનો પહોંચાડવાની કાળજીમાં સહભાગી થવા માગતા આમ નાગરિકોએ વિભાગીય કાર્યકર શ્રી રાજુભાઈ મકવાણા મો. ૭૩૮૩૫૧૯૬૮૬ સાથે સંપર્ક કરવા વિનંતી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/