fbpx
ભાવનગર

મહુવા તાલુકાના બગદાણા ખાતે સંતશ્રી બજરંગદાસ બાપા મંદિર પરિસરમાં સફાઇ ઝુંબેશ

“સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં ભાવનગર જિલ્લામાં સ્થાનિકો અને ગામના આગેવાનો સાથે મળી ગામની જાહેર જગ્યાઓ જેમ કે શેરીઓ,તળાવ, નદી, જાહેર સ્મારકો, મંદિરો સહિત વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરી રહ્યા છે.

આજરોજ મહુવા તાલુકાના સુપ્રસિદ્ધ પરમપૂજ્ય સંતશ્રી બજરંગદાસ બાપા ગુરુઆશ્રમ બગદાણા ખાતે મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારની સફાઈ કામગીરી કરવામાં આવી હતી જેમાં એકત્ર થયેલ તમામ કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ હતો.

ગુજરાત સરકારશ્રી દ્વારા બે મહીના માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં બગદાણા મુકામેં મંદિર પરિસરની સફાઈ માટે મંદિરના ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ પુરોહિત, દિનેશભાઇ, સુરુભાઈ, ગામના સરપંચશ્રી હીરાભાઈ બાલદીયા, તલાટી કમ મંત્રીશ્રી કાંતિભાઈ સાંડિસ, સ્વચ્છ ભારત મીશન ગામીણના ટેકનીકલ આસિસ્ટન્ટ કલપેશભાઇ ધંધુકીયા, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ જોષી અને નીતિનભાઈ પરમાર સહિત ગ્રામજનો બહોળા પ્રમાણમાં જોડાયેલ અને સ્વચ્છતા હી સેવા કેમ્પઈન ખરા અર્થમાં સાર્થક થાય તે રીતે કામગીરી કરી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તલાટી કમ મંત્રીશ્રી અને ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરીને જાગૃતિ કેળવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/