fbpx
ભાવનગર

મહુવા માનસ ભૂતનાથ કથા,, day 2

આત્મશુદ્ધિ હરિનામથી થાય: મોરારીબાપુ

મહુવાની” માનસ ભૂતનાથ “કથામાં બાપુએ સુરતની ઘટના માટે ઉંડુ દુઃખ વ્યક્ત કર્યું 

મહુવા

મહુવામાં વડલી ગામ પાસે ગવાઈ રહેલી” માનસ ભૂતનાથ કથા” ના રવિવાર બીજા દિવસે આખો કથા મંડપ તથા શ્રાવકોથી ભરાઈ ગયો હતો. આજની કથામાં ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

                  મોરારિબાપુએ પોતાની અમૃતવાણીથીને પ્રવાહીત કરતાં કહ્યું,” ભુતનાથ ભય હરન છે એટલે કે મહાદેવ ભુતનાથ એ ભયને હરી લે છે.સૌ અનેક પ્રકારના વિશેષ કરીને 12 પ્રકારના ભય અનુભવે છે.ધર્મ એ કોઈને ડરાવતો નથી અને જે નિર્ભય બનાવે તે ભુતનાથ.માનવની અને માનવતાની સમસ્યા જ્યાં ઊભી થાય ત્યાં જો માનવ જ આપોઆપ તેનો ઉકેલ શોધી કાઢે તો ધર્મ કે વ્યાસપીઠને વચ્ચે આવવાની જરૂર રહેતી નથી.પરંતુ જ્યારે આ ઉકેલ આવતો નથી ત્યારે વ્યાસપીઠ તેનાં ઉકેલ માટે ઉપસ્થિત થાય છે.જ્યારે માણસના જીવનમાં ભજન ઓછું થાય તો તે ભય પામે છે. આપણાંમા પારિવારિક ભય, મૃત્યુનો ભય, વ્યાધિનો ભય, વૃદ્ધાવસ્થાનો ભય, ધર્મનો ભય, પ્રતિષ્ઠાનો ભય આ પ્રકારના અનેક ભયથી આપણે ત્રસ્ત છીએ. હરિનામ અને હરીશરણ આપણને નિર્ભય બનાવે છે.ઘર બધાંએ બનાવવા પણ મંદિર પણ મનુષ્યએ બનાવવા. નિર્ભયતા સાધનોથી અને અભય સાધનાને આશ્રિત છે. આત્મશુદ્ધિ હરિનામથી જ થઈ શકે.

        કથાના ક્રમમાં આજે રામરાજ્યની સ્થાપના માટે સૌની વંદના, સીતારામજીની વંદના, રામનામના મહિમાનો કથાક્રમ આગળ વહ્યો હતો.

         આજની કથામાં માજી ધારાસભ્ય કનુભાઈ કલસરિયા,શ્રી બાવકુભાઈ ઉઘાડ, બાલુભાઈ મકવાણા, મનુભાઈ મકવાણા હરીભાઈ નકુમ, ભીમજીભાઈ કવાડ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત હતાં. કથામાં પધારેલા ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું યજમાન પરિવાર દાનાભાઈ ફાફડાવાળા દ્વારા ભાવ સન્માન કરવામાં આવ્યું હતું.ભાઈશ્રીની કથામાં હાજરી માટે બાપુએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

સુરતની ઘટના માટે બાપુની ભાવુક સંવેદના, પ્રાકૃતિક ખેતી પર ભાર અને ગોપનાથમા કથા 

 આજની કથામાં બાપુએ સુરતમાં બનેલી સાત વ્યક્તિના સામૂહિક આપઘાતથી નિર્વાણ પામેલાં માટે ઉંડા આધાત દુઃખની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવી ઘટનાઓ આપણા માટે સમગ્ર સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની છે આવું થાય છે તે પણ એક સૌ માટે વિચારવા જેવી બાબત છે.હુ ઉંડો ખેદ અનુભવું છું.

         સાંપ્રત સમયમાં વધી રહેલી બીમારીઓ અને અજંપા માટે આપણી રાસાયણિક ખેતીને જવાબદાર ગણાવીને બાપુએ પ્રાકૃતિક ખેતી તરફ અને ઝેર મુક્ત કૃષિ પેદાશો માટે વિશેષ ભાર મૂક્યો.મહામહિમ રાજ્યપાલ મા.શ્રી દેવવ્રત પાઠકજીના આ માટેના વિશેષ પ્રયત્નોની પણ નોંધ લેવામાં આવી તથા તેને બિરદાવવામાં આવ્યાં.

     સને 2025મા આ જ સમયગાળામાં અરબી સમુદ્રના તીરે આપણાં ગોપનાથ મહાદેવની ધજાની છાંયામાં કથા ગાન કરવાની બાપુએ જાહેરાત કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/