fbpx
ભાવનગર

પાલીતાણા ખાતે યોજાનાર કાર્તિકી પૂનમના જૈન મેળામાં તમાકુ તેમજ પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ-બોટલો જેવી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયુ

આગામી તા. ૨૬-૨૭/૧૧/૨૦૨૩ ના રોજ કાર્તિકી પૂનમનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. આ મેળાનું આયોજન જૈન આણંદજી કલ્યાણજી પેઢી તરફથી પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વિગેરે વિસ્તારોમાં કરવામાં આવે છે. જેથી આ મેળામાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ શૈત્રુંજય ગીરીરાજ ડુંગર પર દર્શનાર્થે જતા હોય છે. આથી આ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે તા. ૨૬/૧૧/૨૦૨૩ થી તા. ૨૭/૧૧/૨૦૨૩ (દિન-ર) માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા સબબ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરએ કરેલ દરખાસ્ત મુજબના વિસ્તારોમાં તા. ૨૬/૧૧/૨૦૨૩ થી તા. ૨૭/૧૧/૨૦૨૩ (દિન-ર) માટે ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ, બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. સદર જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષા થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/