fbpx
ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે નવમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે સરકારી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તળાજા તાલુકા કક્ષાએ કુંઢેલી ગામ ખાતે નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડા (GAS) ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારી કક્ષાએ ઇં.ચા. મામલતદાર આર.આર. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીપી લાડુમોર તેમજ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સદરહુ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાબરીયા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા, નોન ક્રિમિલિયર, હેલ્થ વેલનેસ કાર્ડ, ઘરેલુ નવા વીજ જોડાણ, મા અમૃતમ કાર્ડ, બેંક, આરોગ્ય વિભાગ, મતદાર યાદી સુધારણા વગેરે કામગીરીઓ કરવા સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સરપંચશ્રી સહિત લાલુભા રાણા, આચાર્ય નીતિનભાઈ જોશી શિક્ષક મિત્રો તેમજ કાર્યકરોનો સહકાર રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ જોશી એ સંભાળ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/