fbpx
ભાવનગર

સેંજળધામ ખાતે શુક્રવારે સતાધારની જગ્યાને ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ થશે

પૂ.મોરારીબાપુની પ્રેરણા થકી દેહાણ જગ્યાને અપાતો પૂ.ધ્યાનસ્વામીબાપા એવોર્ડ 2024, આ વર્ષે સંતશ્રી આપાગીગાની જગ્યા સતાધારને અર્પણ થશે. મોરારીબાપુના હસ્તે આ એવોર્ડ જગ્યાના વર્તમાન પ્રતિનિધિ મહંતશ્રી વિજયબાપુ ગુરુશ્રી જીવરાજબાપુને અર્પણ થશે.

રાતદિવસ જ્યાં હરિહરની હાકલ પડે છે અને “ટુકડો ત્યાં હરિ ઢુકડો” તથા “ભજન કરો અને ભોજન કરાવો” નો મહામંત્ર ગુંજતો રહે છે, ઉપનિષદના “અન્નમ બ્રહ્મતિ  વ્યજાનાત” સૂત્રને નાત-જાત, વર્ણ-પંથ, ઊંચ-નીચના ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે એવી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની તથા સમાજની અનન્ય સેવાઓ કરતી આવી છે. વિખરાતા સમાજને રોટલાથી જોડ્યો છે, સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અંજવાળા પાથર્યા છે, સર્વના સ્વીકાર સાથે માનવસેવા-ગૌસેવાના કાર્ય દ્વારા ધર્મચિંતન કર્યું હોય એવી જગ્યાઓને દર વર્ષે ફેબ્રુઆરી માસમાં (માઘપૂર્ણિમા) સેંજળ (તા.સાવરકુંડલા) ખાતે સૂત્રમાલા,શાલ, સ્મૃતિચિન્હ (એવોર્ડ)અને એવોર્ડ રાશિ (₹1,25,000)થી ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પૂ. મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિનમ્રભાવે છેલ્લા 14 વર્ષથી રચાતો આવ્યો છે. આ વર્ષના અને સળંગ 14માં એવોર્ડનો પ્રારંભ 2011 થી થયો છે.

નિબારકાચાર્ય શ્રી હરિવ્યાસજી મહારાજના શિષ્ય પૂ.ધ્યાનસ્વામી વ્રજમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સૌરાષ્ટ્રના સેંજલ ગામે આવેલા.(આજે ત્યાં એમની ચેતન સમાધિ છે) તેઓ મોરારીબાપુની ભક્તિ પરંપરાના મૂળ પુરુષ છે. તેમના અધિકારી શિષ્ય પૂ. જીવનદાસજીના વંશમાં મોરારીબાપુનો જન્મ થયો. એ મૂળ પુરુષના નામ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.

આગામી તા.23/2/2024 ને શુક્રવારે સવારના 9 થી 11 વાગે  દેહાણ જગ્યાના મહંતો,વિદ્વાનો અને ભક્તજનોની ઉપસ્થિતિમાં સેંજળધામ ખાતે આ એવોર્ડની અર્પણ વિધિ થશે. સેંજળધામ ખાતે દર વર્ષની જેમ જગ્યાનો પાટોત્સવ પણ યોજાશે. જગ્યામાં પ્રતિવર્ષ  મુજબ વૈષ્ણવ સાધુ સમાજ તેમજ સેંજળ ગામની દીકરીઓના સમૂહ લગ્ન પણ યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/