fbpx
ભાવનગર

પાલિતાણા શહેરમાં નિર્ધારીત રૂટ ઉપર જાહેરમાં ઘાસચારો વેચવા તથા પશુઓને નિરવા પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

ભાવનગ જિલ્લાનાં પાલિતાણા શહેર ખાતે જૈન સંપ્રદાયનું શેત્રુંજય ગિરીરાજ મહાતીર્થ આવેલ છે. આ તીર્થધામ ખાતે દેશ-પરદેશથી અનેક જૈન યાત્રીઓ દર્શનાર્થે/આરાધના અર્થે આવતા હોય સાથો સાથ સાંકડા રોડ, ગલીઓવાળું શહેર હોય અને તેની મધ્યમાંથી તળાજા- જેસર જવા આવવાનો રોડ પસાર થાય છે. જેથી ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે તેમજ જૈન યાત્રાળુઓનો ઘસારો વધતો જાય છે. આ યાત્રાળુઓ દ્વારા ગાયોને લીલો ચારો નાખવા સારૂ ઠેક ઠેકાણે રોડ ઉપર છુટક છુટક ઘાસચારાની લારીઓ અને ફુટપાથ ઉપર આવો લીલો ચારો વેચાય છે. જેથી જાહેર રોડ ઉપર લીલો ચારો ખાવા સારૂ પશુઓ (ગાય, આખલા તથા અન્ય પશુઓ) જાહેર માર્ગ ઉપર અડચણરૂપ થાય છે તેમજ વારંવાર આ કારણે અકસ્માતો તેમજ ટ્રાફિક જામ થવાના સજોગો ઉભા થાય છે તેમજ વારંવાર તંત્ર (નગરપાલિકા-પોલીસ) દ્વારા કાર્યવાહી કરાય છે

પરંતુ આવી જાહેરમાં ઘાસચારો વેચવાની પ્રવૃતિને કારણે માનવ જાનહાની થવા સંભાવના હોય જેથી કડક હાથે કામ લેવા માટે શહેરનાં નિર્ધારીત રૂટ ઉપર સવારે ક.૦૬/૦૦ થી ક.૨૨/૦૦ સુધી જાહેરમાં ઘાસચારો વેચવા તથા પશુઓને અમાપવા (નિરવા) પર સી.આર.પી.સી. કલમ-૧૪૪ અન્વયે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય જણાતા સબબ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) નાં કાયદાની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઈએ ભાવનગર જિલ્લાનાં પાલીતાણા શહેર ખાતે પાલિતાણા ફાટકથી બજરંગ ચોક, બસ સ્ટેશન, આંબેડકર ચોક, પુલ, ભૈરવનાથ ચોક, ગારીયાધાર પુલ, કન્યાશાળા, માનસિંહજી હોસ્પિટલ, શેત્રુંજય ચોકી, ફુવારા થઇને તળેટી સુધીનો મેઇન રોડ તથા ભૈરવનાથ ચોકથી માડવી ચોકથી શેત્રુંજી ચોકી, ભીડભંજન
મહાદેવ મંદિર અંદરની બજારવાળો મુખ્ય રોડ પર રૂટ-રસ્તા ઉપર સવારે ક.૬/૦૦ થી કા.ર૨/00 સુધી જાહેરમાં ઘાસચારો વેચવા તથા પશુઓને અમાપવા (નિરવા) પર સી.આર.પી.સી. કલમ-૧૪૪ અન્વયે પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૨૦-૦૪-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. “જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/