fbpx
ભાવનગર

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા ચોરવડલામાં શિબિર પ્રારંભ

લોકશાળાઓના શિક્ષણ શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને – શ્રી અરુણભાઈ દવે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા ચોરવડલામાં રાષ્ટ્રિય સેવા યોજના શિબિર પ્રારંભ ઈશ્વરિયા શનિવાર તા.૨૪-૨-૨૦૨૪ (મૂકેશ પંડિત) ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા ચોરવડલામાં રાષ્ટ્રિય સેવા યોજના શિબિર પ્રારંભ વેળાએ લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોકશાળાઓના શિક્ષણ અને શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને તે હોવાનું જણાવ્યું.

ચોરવડલા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર પ્રારંભ પ્રસંગે લોક વૈજ્ઞાનિક શિક્ષણવિદ્ શ્રી અરુણભાઈ દવેએ ગામડેથી જ પોષણ પામતાં શહેરો દ્વારા જ ગામડાં માટેનાં અસંતુલિત સામાજિક વ્યવહારનો વસવસો વ્યક્ત કરી આ પરિસ્થિતિમાં ગામડાનાં વિકાસ માટે શિક્ષણ પ્રણાલી સંદર્ભે વાત કરી તેઓએ લોકશાળાઓના શિક્ષણ અને શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને તે હોવાનું જણાવ્યું. તેઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને પર્યાવરણ બાબતે શિક્ષણ સાથે સામાજિક અનુબંધ માટે ભારપૂર્વક જણાવ્યું.

શિબિર પ્રારંભે અગ્રણી શ્રી મૂળજીભાઈ મિયાંણી તથા શ્રી કુરજીભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય કરાયું હતું. અહી જિલ્લા પંચાયત તરફથી સ્વચ્છતા હેતુ રૂપિયા ૧,૫૦,૦૦૦ ફાળવવામાં આવ્યા. સંસ્થાના શ્રી ગૌરાંગ વોરા દ્વારા શિબિરનો હેતુ અને ચોરવડલા ગામનાં પ્રાકૃતિક વાતાવરણનો ઉલ્લેખ કરી આયોજન વિગતો આપી. આ પ્રસંગે ગ્રામદક્ષિણામૂર્તિ પરિવારના શ્રી વાઘજીભાઈ કરમટિયાએ વિદ્યાર્થીઓના ઘડતરમાં આ શિબિર મહત્વ સાથે આભારવિધિ કરી. અહીંયા સંસ્થાનાં શ્રી રાજુભાઈ વાળા, શ્રી મહાશંકરભાઈ પંડ્યા, યોગ માર્ગદર્શક શ્રી જીગ્નેશભાઈ પટેલ, અગ્રણી શ્રી બોઘાજીભાઈ સોલંકી, શ્રી અશ્વપાલભાઈ રાઠોડ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી.  ચોરવડલા પ્રાથમિક શાળાનાં શ્રી ધીરુભાઈ સોલંકી, શ્રી તેજસભાઈ ત્રિવેદી અને શાળા પરિવાર દ્વારા આ શિબિર માટે સુંદર સંકલન રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/