fbpx
ભાવનગર

ભાવનગર બોટાદ પંથકમાં ચકલી માળા અભિયાન લોકભારતી સણોસરા

ચકલી તો આપણી દીકરી છે, તેનું ધ્યાન રાખવું આપણી ફરજ સ્વર્ગસ્થ પરિવારજનોનાં સ્મરણાર્થે ભાવનગર બોટાદ પંથકમાં ચકલી માળા અભિયાન – લોકભારતી સણોસરામાં યોજાયો કાર્યક્રમ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૪-૩-૨૦૨૪ પ્રકૃતિ રક્ષણ હેતુ ચાલી રહેલાં અભિયાનમાં સ્વર્ગસ્થ પરિવારજનોનાં સ્મરણાર્થે ભાવનગર બોટાદ પંથકમાં ચકલી માળા વિતરણ થઈ રહ્યું છે. લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં યોજાયેલ કાર્યક્રમમાં સંદેશો અપાયો કે, ચકલી તો આપણી દીકરી છે, તેનું ધ્યાન રાખવું આપણી ફરજ છે.જાણીતા પર્યાવરણવિદ્દ અને વન વિભાગનાં નિવૃત્ત અધિકારી શ્રી વિરજીભાઈ (વી. ડી.) બાલા દ્વારા ગામડાની સંસ્કૃતિ સાથે પ્રકૃતિ માટે મોટી ઝુંબેશ ચાલી રહી છે. લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં યોજાયેલ ચકલી માળા વિતરણ કાર્યક્રમમાં તેઓએ પર્યાવરણ સામે ચિંતા સામે પ્રકૃતિનાં રક્ષણ સામે આપણી જવાબદારીનો ઉલ્લેખ કરી ચકલી તો આપણી દીકરી છે, તેનું ધ્યાન રાખવું આપણી ફરજ છે. તેઓએ લોકભારતીના પોતાનાં વિદ્યાર્થી કાળનાં સંસ્મરણો પણ હળવી શૈલીમાં રજૂ કર્યા.

આ અભિયાનનાં પ્રેરક પર્યાવરણ પ્રેમી શ્રી રમેશભાઈ પટેલ (આર. પી.) દ્વારા ભાવનગર બોટાદ પંથકમાં સ્વર્ગસ્થ પરિવારજનોનાં સ્મરણાર્થે ચાલતાં આ કાર્યક્રમની વિગત  અપાઈ અને જણાવ્યું કે નાના ઝિંઝાવદર ગામનાં સ્વર્ગસ્થ જયેશભાઈ ખીમજીભાઈ મોરડિયા તથા જાળિયા પાનસડા ગામનાં સ્વર્ગસ્થ ભરતભાઈ રાઘવજીભાઈ ભિકડિયા પરિવાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં ૬૦૦૦ માળાનું વિતરણ થઈ રહ્યું છે.લોકભારતી અધ્યાપન મંદિરનાં આચાર્ય શ્રી જગદીશગીરી ગોસાઈ દ્વારા આવકાર ઉદ્બોધન સાથે અહીંનાં વિદ્યાર્થીઓ દ્વારા થતી પર્યાવરણ જાગૃતિ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.પ્રકૃતિ રક્ષણ હેતુ ચાલી રહેલાં અભિયાનમાં આ કાર્યક્રમમાં દાતા અગ્રણીઓ શ્રી રાઘવજીભાઈ ભિકડિયા, શ્રી ખીમજીભાઈ મોરડિયા સાથે શ્રી રાજુભાઈ મોણપરા અને કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિત જોડાયા હતા. તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રકૃતિ ગાન રજૂ થયેલ. આભાર વિધિ વિદ્યાર્થીની કુમારી પ્રિયંકાબેન માયડાએ કરી હતી

Follow Me:

Related Posts