fbpx
ભાવનગર

શિવ શક્તિ ક્રિકેટ એકેડમી તળાજાની પ્રથમ વર્ષે જ મોટી સિદ્ધિ:  એકેડમીના નવ જેટલા બાળકો ભાવનગરનું ડિસ્ટ્રીક લેવલે  ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કરશે.

એકેડમીનો  આગામી સમર કેમ તથા એકેડમીનું નવું સત્ર પહેલી મે 2024 થી શરૂ થશે. કહેવાય છે કે “ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” આ વિધાનને સાર્થક કરતા તળાજાના ગુણુભા ગોહિલ લગભગ 10 – 11 મહિના પહેલા તળાજા જેવા નાના સેન્ટર પર શરૂ કરવામાં આવેલી શિવ શક્તિ ક્રિકેટ એકેડમીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ દ્વારા યોજવામાં આવેલા under-14 under-16 તથા under- 19 માટેના સિલેક્શનમાં એક જ એકેડમીના નવ જેટલા બાળકો સિલેક્ટ થતા તળાજા તાલુકાના  ક્રિકેટ ઈતિહાસમાં  સોનેરી   સુવાસ ઉમેરાણી છે. U-14 અને U-16 માં ડિસ્ટ્રિક્ટ લેવલે આ વિસ્તારના બાળકો ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કરશે એવું પ્રથમ વાર છે.

તળાજા અને આજુબાજુના ગામડામાંથી મધ્યમ વર્ગના બાળકોની અથાગ મહેનત  તથા કોચ ગુણુભાનું સચોટ અને અનુભવયુક્ત માર્ગદર્શન દ્વારા આ બાળકો  સિલેક્ટ થયા છે.  આ બાળકોમાં  સરવૈયા અક્ષરાજ,  સરવૈયા જયવીર ,પરમાર મિહિર,  ભટ્ટ   અર્ચિત ,  ભાલીયા પ્રકાશ  ,   સરવૈયા પુષ્પરાજ , ઝાલા રુદ્ર , બારૈયા સોહમ,  ભાલીયા વિશાલ. આ એકેડમીના બાળકો આગામી સમયમાં જિલ્લાની ટીમોમાં ભાગ લઈ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે.  તળાજા તાલુકાના સીઝન  બોલ  ક્રિકેટને જીવંત કરી   ગુણુભા ગોહિલે  રમત ગમત ક્ષેત્રે આ વિસ્તારમાં એક  આદર્શ કાર્ય કર્યું છે  અને  ભવિષ્યમાં આ એકેડમીના બાળકો  રણજી ટ્રોફી, ipl અને નેશનલ ટીમમાં  પણ જોવા મળે તેમાં કોઈ શંકા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/