fbpx
અમરેલી

સાવરકુંડલા વોર્ડ નંબર – ૭ માં ઉનાળા દરમ્યાન પાણીની સુવિધા સુધારવા માટે આગોતરૂ આયોજન કરાયું

સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર – ૭ માં ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યાઓ ટાળવા માટે પાલિકા તેમજ નગરસેવકો દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. વોર્ડમાં ઉનાળા દરમ્યાન બોરિંગના પાણીના સ્તરમાં ઘટાડો થવાને કારણે પાણીનું પ્રેસર ઓછું થઈ શકે છે જેના કારણે વિસ્તારના રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, પાલિકા દ્વારા મણિનગર અને ખાટકીવાડ વિસ્તારમાં આવેલા બોરિંગમાં નવી મોટરો સ્થાપિત કરવામાં આવી રહી છે.

આ નવી મોટરો વધુ પાણી કાઢવામાં સક્ષમ હશે, જેનાથી ઉનાળા દરમ્યાન પણ પૂરતા પ્રમાણમાં પાણીનું સંચાલન થઈ શકશે અને વિસ્તારના રહેવાસીઓને પાણીની કોઈ તકલીફ નહીં થાય.આ ઉપરાંત, પાલિકા દ્વારા પાણીનો બગાડ ઘટાડવા માટે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. લોકોને નળ ખુલ્લા રાખીને પાણીનો બગાડ ન કરવા અને પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ સંદર્ભ લોક પ્રતિનિધિ સોહીલ શેખ જણાવ્યું છે કે, “આપણે સૌએ મળીને ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન રહેવું જોઈશે….અને એક વાત પણ મનમાં ગાંઠ વાળીને પાકી કરી લેવી જોઈએ કે પાણી છે તો જીવન છે. એનો સ્ત્રોત અખૂટ નથી એટલે પાણીનો ઉપયોગ પણ સંયમ અને વિવેક પૂર્ણ કરવો જોઇએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/