fbpx
ભાવનગર

મહુવા નગરપાલિકા દ્વારા કી ટુ ધ સીટી ઓફ મહુવા તથા સન્માન પત્ર અર્પણ કરી ને પરમ પૂજ્ય મહંત સ્વામી નું અભૂતપૂર્વ સન્માન

આજરોજ પ્રાતઃ પૂજા માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ મહુવાના ભાવિક ભક્તજનો તથા નગરજનો ને દિવ્ય દર્શન તથા આશિર્વચન નો લાભ આપ્યો જેમાં તેમણે જણાવ્યું કે *મહુવા એ અત્યંત પુણ્યશાળી ભૂમિ છે કે જ્યાં ભગતજી મહારાજ જેવા સત્પુરુષનો જન્મ થયો* અને આવા સાચા સત્પુરુષનો સમાગમ કરીને સત્સંગ કરી લેવો વિશેષમાં તેમણે જણાવ્યું કે સત્સંગ નો મહિમા જેવી રીતે સમાજમાં રૂપિયાનો મહિમા હોય છે ,તો તે વ્યક્તિ સભાન પણે દરેક કાર્ય કરે છે તેમ *જો સત્સંગનો મહિમા સમજાય તો એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય*
આવા આશીર્વાદ  મહંત સ્વામી મહારાજ એ સૌ ઉપર વરસાવ્યા. પૂજાના અંતે મહુવા નગરપાલિકાના પ્રમુખ તથા કારોબારી સભ્યો દ્વારા *કી ટુ ધ સીટી અને સન્માન પત્ર* પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અર્પણ કરી ને *મહુવાની નગરપાલિકા ના પ્રમુખ શ્રી તથા કારોબારી સભ્યો એ ધન્યતા અનુભવી* અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા .
આજરોજ સાંજના સમયે *વિરાટ મહિલા સંમેલન અંતર્ગત મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ સાન્સ્કૃતિક સંવાદ , ભારતીય સમન્વય લોકનૃત્ય, કિર્તન દ્વારા મહુવા માં ભગવાન સ્વામિનારાયણ સત્સંગ નો ઇતિહાસ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો માં પૂર્વ ધારાસભ્ય શ્રી ભાવનાબેન મકવાણા, ઝાહલ બેન ભમ્મર, તથા અન્ય મહાનભાવો અને દેશ-વિદેશના મહિલા હરી ભક્તોની દર્શનીય હાજરી રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/