fbpx
ભાવનગર

અપરંપાર મહિમા ધરાવતા સદગુરુ સંત બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. 

હજારો ભાવિકોની સાક્ષીએ અહીં વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો ની શુભ શરૂઆત થશે. બે દિવસ પૂર્વે ગુરુઆશ્રમ દ્વારા ઘોષિત થયેલા ગુરુપૂર્ણિમા દિવસના કાર્યક્રમની રૂપરેખા મુજબ વહેલી સવારના 5 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ 7 કલાકે ધ્વજાપૂજન અને ધ્વજા રોહણ સવારે 8:00 કલાકે થશે. ત્યારબાદ મહિમાપૂર્ણ ગુરુપૂજનનો વિધિ કાર્યક્રમ સવારે 8:30 થી 9:30 કલાક સુધી યોજાશે.રાજભોગ આરતી સવારે 9:30 થી 10 કલાક સુધી રહેશે. ત્યારબાદ પ્રસાદ ભોજન વિતરણ સવારે 10 કલાકથી અવિરત શરૂ રહેશે.

ગુરુ પુનમની આગળની રાત્રી (ચૌદસ) થી બગદાણા બાપાના ધામ તરફના ચારે દિશાઓ ના રસ્તાઓ ઉપર પદયાત્રીઓ  પદયાત્રા કરીને બગદાણા પહોંચ્યા હતા. બગદાણા તરફના બધી બાજુઓના માર્ગો પર ઠેર ઠેર ચા પાણી, ભોજન સહિતની વ્યવસ્થાઓ માટે  સેવાના સમીયાણા શરૂ રહ્યા છે. જ્યાં રસોડા, મંડપ , મઢુલીઓમાં બગદાણા ધામના યાત્રિકોની સેવા શરૂ રહી હતી. બાપાસીતારામના ચરણોમાં મસ્તક નમાવવા માટે આજે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડશે. ત્યારે અહીં રસોડા વિભાગ સહિતના વિભાગોમાં આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે .જ્યાં 400 ઉપરાંત ગામોના 11000 સ્વયંસેવક ભાઈઓ તેમજ 11000 સ્વયંસેવક બહેનોની સેવા મળી છે. પૂજ્ય બાપાના સૂત્ર રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા સર્વે સ્વયંસેવક ભાઈઓ બહેનો અહીંના આરતી,દર્શન, ચા પાણી, રસોડા વિભાગ, ભોજનશાળા, સફાઈ, પાર્કિંગ, સુરક્ષા જેવા ડઝનબદ્ધ વિભાગોમાં દર વર્ષે નમૂનોદાર સેવા પૂરી પાડે છે.

અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર દ્વારા બે મેડિકલ ઓફિસર સહિતના 12 વ્યક્તિના સ્ટાફ સાથે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં બે 108 એમ્બ્યુલન્સ પણ 24 કલાક સ્ટેન્ડ બાય રહેશે. ગુરુ આશ્રમ દ્વારા આવતા ત્રણ વર્ષ દરમિયાન એક લાખ વૃક્ષો વાવીને તેના ઉછેર કરવાની ઝુંબેશ અહીં શરૂ રહી છે.આજે પણ ગુરુઆશ્રમ ખાતેથી સર્વે યાત્રાળુઓને રોપાઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ રહ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/