fbpx
ભાવનગર

શ્રી પ્રયોશા કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ.,બોટાદની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા મળી

બોટાદ શ્રી પ્રયોશા કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ.ની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા તા.૦૮-૦૯-૨૦૨૪ના રોજ સોસાયટીના ચેરમેન  મયુરધ્વજસિંહ જશુભા ભાટીના અધ્યક્ષસ્થાને સભાસદોની હાજરીમાં મળેલી.સોસાયટીના મેનેજર જ્યવિરસિંહ ભાટીએ સભામાં કાર્યસૂચિ મુજબના ઠરાવો રજૂ કર્યા હતા.જેને સાધારણ સભાએ બહાલી આપી હતી.વાર્ષિક સાધારણ સભામાં સોસાયટીના ચેરમેન  મયુરધ્વજસિંહ ભાટીએ સભાની શરૂઆત સહકાર ગીત સમૂહ ગાન કરી કરાવેલ,ત્યાર બાદ પ્રાસંગિક ઉદબોધન કરેલ.જેમાં સોસાયટીના પ્રગતિની નોંધ લઈ વિગતવાર માહિતી આપેલ. સ્થાવર મિલકત સામે રૂ. ૨૦ લાખની લોન માત્ર ૧૨ ટકાના વ્યાજ દરે અને જાત જામીનગીરી પર ૧૬ ટકાના વ્યાજદરે લોન આપવામાં આવશે.સોસાયટીની સેવાઓનો લાભ લઈ સક્રિય સભાસદ બનવા માટે અનુરોધ કરેલ.  સોસાયટીએ શેર ભંડોળ રૂ.૨૨.૧૮  લાખ,થાપણો રૂ.૨૪૮ લાખ તથા રિઝર્વ ત્થા અન્ય ફંડો મળીને કુલ રૂ.૭૫.૨૮ લાખની સામે રૂ.૩૫૩ લાખનું ધિરાણ આપેલ છે.ચોખ્ખો નફો રૂ.૨૮.૮૯ લાખ થયેલ છે.સભાસદોને શેર ડિવિડંડ પરંપરા મુજબ ૯% આપવાનું નક્કી કરેલ છે.સાધારણ સભામાં વાઇસ ચેરમેન જામસંગભાઈ સોલંકી,મે.ડિરેક્ટર નિરંજનભાઈ રોજેસરા, મહેબુબભાઈ માંકડ, હાર્દિકભાઈ રોજેસરા અને આમંત્રિત મહેમાન મન્સુરભાઈ હમીદ ઉપસ્થિત રહ્યા હતા.સભાના અંતમાં આભાર વિધિ સોસાયટીના મેનેજર  જયવીરસિંહ ભાટીએ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/