fbpx
ભાવનગર

લોકભારતી સણોસરામાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન શ્રી રામ મોરી 

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળામાં વક્તા શ્રી રામ મોરીએ વિવિધ સંદર્ભો સાથે ‘લોકજીવનમાંથી મળતાં કથા અને કિરદારો’ વ્યાખ્યાન આપતાં કહ્યું કે, મંગળ પર પાણીની નહિ, મારા ખેડૂતનાં કૂવામાં પાણી નથી તે વાત કરવી છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અઢારમાં મણકાનું વ્યાખ્યાન વાર્તાકાર, પટકથા લેખક અને નાટ્યકાર શ્રી રામ મોરી દ્વારા વાર્તા સ્વરૂપે તળપદી ભાષા પ્રયોગ સાથે સહજ રજૂ થયું.  શ્રી રામ મોરીએ પોતાનાં વતન અને બાળપણ, પરિવાર, પાદરનો પીપળો, જળમ કૂવો અને તેની ઘટનાઓ સાથે ઘર ડેલો અને પાડોશીઓ તેમજ લાખાવડનાં શિક્ષક શ્રી જોરશંગભાઈ ચૌહાણથી લઈ શ્રી મહેન્દ્રસિંહ પરમાર સહિત આજની તેમની સર્જન યાત્રા દરમિયાનનાં કવિ, સાહિત્યકારોનાં સંપર્ક સ્મરણ જણાવી પોતાને મળેલાં આસપાસનાં પાત્રોનું તત્કાલીન વર્ણન સાથે તેમનાં સર્જનમાં અપાયેલા સ્થાન વિશે પ્રવાહી અને હળવા વ્યંગ તરંગ સાથે થયેલી રજૂઆતમાં

સૌને મજા પડી.  શ્રી રામ મોરીએ કહ્યું કે, મંગળની સપાટી પર પાણીની વાત મારે નથી કરવી, મારા પંથકનાં ખેડૂતનાં કૂવામાં પાણી નથી, તેની આંખોમાં પાણી તગતગે છે, તે વાત કરવી છે. તેમણે અભ્યાસ કાળમાં ભાવનગરમાં સૌ પ્રથમ શ્રી મૂળશંકરભાઈ ભટ્ટનાં સાહિત્ય વાચનથી મળેલી પ્રેરણા અને ક્રમશઃ તેમની સહજ સર્જન પ્રક્રિયાનો ચિતાર રસપ્રદ માણવા મળ્યો. વ્યાખ્યાન પ્રારંભે લોકભારતી વિશ્વવિદ્યાલયનાં શ્રી વિશાલ ભાદાણીએ આવકાર સાથે પરિચય વિધિ કરેલ. અહીંયા પ્રારંભે સંગીતવૃંદ દ્વારા સુંદર ગીતગાન થયું. કાર્યક્રમ સમાપન સાથે શ્રી દર્શનાબેન ભટ્ટે સુંદર ગીત રજૂ કરેલ.  આભારવિધિ કરતાં શ્રી વિક્રમભાઈ ભટ્ટે લાગણી વ્યક્ત કરી કે, પોતે જ નહિ પરંતુ અહીંયા રહેલ સૌ શ્રી મૂળશંકરભાઈ ભટ્ટનાં વારસદાર રહેલાં છીએ. સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી હસમુખભાઈ દેવમુરારી અને શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી સાથે લોકભારતી પરિવાર સંકલનમાં રહેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/