fbpx
ભાવનગર

જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોનસોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

ઉપરાંત જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતાએ સેવા સેતુ, એક પેડ મા કે નામ, સહિત સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે ચર્ચા કરી હતી. જિલ્લા કલેકટરશ્રીએ સરકારી કચેરીઓને સ્વચ્છ રાખવા અંગે અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તેમજ આ અંગે કલેકટરશ્રી દ્વારા કોઈપણ સરકારી કચેરીની આકસ્મિક મુલાકાત પણ લેવામાં આવશે. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આબેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી. એમ. સોલંકી, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી શ્રી આયુષી જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના અધિક કલેકટર શ્રી ડી. એન. સતાણી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/