fbpx
ભાવનગર

પદ્મ જગદીશ ત્રિવેદીના જન્મદિવસે રકતતુલાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર , લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૨/૧૦/૨૦૨૪ ના રોજ તેમના મિત્રો, ચાહકો અને પ્રશંસકોએ જગદીશ ત્રિવેદીના “ સન્માન બદલે સેવા “ ના સુત્રને સાર્થક કરતો મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરીને જગદીશ ત્રિવેદીની રકતતુલા કરી હતી. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા , ધારાસભ્ય અને મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા , જીલ્લા કલેક્ટર કે.સી. સંપત , જીલ્લા પોલિસ વડા ડો. ગિરીશ પંડયા વગેરે મહાનુભાવોએ જગદીશ ત્રિવેદી સાથે રક્તદાન કરી આ કેમ્પનું ઉદઘાટન કરેલ હતું.

તદુપરાંત સ્વામીનારાયણ વિદ્યાર્થીભૂવનનાં પુરાણી પૂજય મહાત્માસ્વામી જેવા સંતો – મહંતો એ પણ રક્તદાન કર્યુ હતું.  હીન્દુ મુસ્લિમ જૈન ઈસાઈ અને બૌદ્ધ એમ પાંચ ધર્મના લોકોએ સ્વયંભૂ રક્તદાન કરતાં સી.યુ.શાહ મેડીકલ કોલેજના સ્ટાફ પાસે લોહીના સંગ્રહની ક્ષમતા પુરી થઈ જતાં ર૧૧ બોટલ ( ૭૫ કીલો ) લોહી મેળવીને પછી રકતદાતાઓને ના પાડવી પડી હતી. આમ કોઈ વ્યક્તિના જન્મદિને રક્તદાનમાં આટલો મોટો માનવનહેરામણ ઊમટી પડે એવી ઝાલાવાડની આ અભૂતપૂર્વ ઘટના હતી. પ્રજ્ઞાચક્ષુ મહીલા સેવાકુંજની નેત્રહીન દીકરીઓએ પણ રક્તદાન કરી જગદીશ ત્રિવેદી પ્રત્યેનો પોતાનો સદભાવ પ્રગટ કર્યો હતો. આ તમામ ૨૧૧ બોટલ લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૫૦ બોટલ સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં અને ૬૦ બોટલ ગાંધી હોસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યુ હતું. આમ સેવાના ભેખધારી સમાજસેવકના જન્મદિવસને ઝાલાવાડની જનતાએ ઉત્તમ સેવા સાથે ઉજવ્યો હતો.

Follow Me:

Related Posts