fbpx
બોલિવૂડ

એક્ટર અમિત સાધ અને એક્ટ્રેસ કિમ શર્માના સંબંધોની ચર્ચાએ પકડ્યું જાેર

બૉલીવુડ એક્ટર અમિત સાધ અને અને હૉટ એક્ટ્રેસ કિમ શર્માના સંબંધોની ચર્ચા સોશ્યલ મીડિયામાં શરૂ થઇ ગઇ છે. ખરેખરમાં તાજેતરમાં બન્ને ગોવામાં એકસાથે સ્પૉટ થયા હતા, આ પછી બન્નેના અફેરની ચર્ચાએ જાેર પકડ્યુ હતુ. જાેકે, આ અંગે હવે અમિત સાધ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ બધી અફવાઓથી મને કઇ ફરક નથી પડતો.
તાજેતરમાં રિપોર્ટ આવ્યા હતા કે અભિનેત્રી કિમ શર્મા પોતાના માતા પિતા સાથે ફિલ્મ અમિત સાધ સાથે ડિનર પણ કરવા ગઇ હતી. ઉલ્લેખનીય છે કે કિમ શર્મા અને હર્ષવર્ધન રાનેનુ તાજેતરમાં જ બ્રેકઅપ થઇ ગયુ છે, બન્નેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ. અભિનેતા અમિત સાધે પણ એક ઇન્ટરવ્યૂમાં આ અંગે કહ્યું હતુ કે હું ક્યારેય છુપાઇને રોમાન્સ નહીં કરુ. મને આવી બધી અફવાઓથી કોઇ ફરક નથી પડતો.

Follow Me:

Related Posts