fbpx
બોલિવૂડ

કંગના રનૌતે ફરી એકવાર પ્રિયંકા ચોપરા અને દિલજીતને લઇ કહ્યું ખેડૂતોની ઉશ્કેરણી કરી પોતે ગાયબ થઈ ગયા

કેન્દ્ર સરકારની વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન હજુ પણ શરૂ છે. તે સતત સરકારને નવા કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોના આંદોલનને લઈને દેશના કેટલાક મોટા સ્ટાર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં ફિલ્મી સેલિબ્રિટીઓ પણ સામેલ છે. ખેડૂતોના મુદ્દે બોલિવૂડ સ્ટાર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક સ્ટાર્સ ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. તો કેટલાક આ આંદોલનની વિરૂદ્ધમાં છે. અભિનેત્રી કંગના રનૌત સતત સોશિયલ મીડિયા દ્વારા ખેડૂત આંદોલનની આલોચના કરી રહી છે. તે પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિત બોલિવૂડના કેટલાક સ્ટાર્સ ખેડૂતોનું ખુલીને સમર્થન કરી રહ્યા છે. એવામાં કંગના રનૌતે ટિ્‌વટર ઉપર દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરાની આલોચના કરી છે.
સાથે તેણે આ બંને કલાકારો ઉપર ખેડૂતને ભડકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. કંગના રનૌતે આ વાત સોશિયલ મીડિયા ઉપર કહી છે. કંગના રનૌત સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. તે સામાજિક અને રાજનૈતિક મુદ્દાઓ ઉપર અવાર નવાર ખુલીને બોલે છે. કંગનાએ ખેડૂતના મુદ્દા ઉપર દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરા ઉપર નિશાન સાધ્યું છે. કહ્યું કે, આ બંને ખેડૂતોને ભડકાવીને પોતે ગાયબ થઈ ગયા છે. સાથે તેણે તે બંને કલાકારોની આલોચના પણ કરી છે. કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ ઉપર લખ્યું કે, હું ઈચ્છું છુ કે દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરા જી, જે ખેડૂતો માટે લોકલ ક્રાંતિકારિઓની ભૂમિકામાં જાેવા મળ્યા, ઓછામાં ઓછા એક વીડિયોના માધ્યમથી ખેડૂતોને એ જણાવ્યું કે તેમને વિરોધ કંઈ વાતનો કરવાનો છે. બંને ખેડૂતનો ભડકાવીને પોતે ગાયબ થઈ ગયા છે.
હવે જુઓ ખેડૂતો અને દેશની આ હાલત છે. કંગના રનૌતે પોતાના બીજા ટિ્‌વટમાં લખ્યું કે, જ્યારે પ્રસિદ્ધ અને જાણીતા કલાકાર માસૂમોને ભડકાવે છે, દેશમાં શાહીનબાગ જેવા તોફાન, ખેડૂત આંદોલન જેવા વિરોધ કરાવે છે. તે શું સરકારે એવા લોકો વિરૂદ્દ કોઈ કાર્યવાહી અને કેસ ન કરવો જાેઈએ ? શું આ પ્રકારે દેશ વિરોધી ગતિવિધિઓમાં ખુલીને ભાગ લેનારાઓ માટે કોઈ સજા નહી ? સોશિયલ મીડિયામાં કંગના રનૌતનું આ ટિ્‌વટ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/