fbpx
બોલિવૂડ

અક્ષય કુમારના વખાણ કરવામાં આવતા ગુસ્સે ભરાયો અભિષેક બચ્ચન, કહ્યું- આ સાચી વાત નથી, દરેક માણસ કામ કરવા માટે અલગ અલગ વાતોથી મોટિવેટ હોય છે

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકોને પોતાનો મત રજૂ કરવાની આઝાદી છે. પરંતુ ક્યારે આ મત બીજાને ખોટું લગાવી દે તેનો અંદાજાે લગાવી શકાતો નથી. એવી જ વાતને લઈને સોશિયલ મીડિયા વોર થતી રહેતી હોય છે. આજે પણ એક એવી જ ઘટના સામે આવી છે. આ ઘટના અભિષેક બચ્ચનની સાથે જાેડાયેલી છે. પોતાના ટિ્‌વટને લઈને અભિષેક બચ્ચન ચર્ચામાં આવી ગયો છે. હાલમાં જ ફિલ્મ એક્ઝીબિટર અક્ષય રાઠીએ સોશિયલ મીડિયા ઉપર એક ટિ્‌વટ કરી અક્ષય કુમારના વખાણ કર્યા હતા. તેણે અક્ષય કુમારના શૂટિંગ કરવાને લઈને ખુબ જ વખાણ કર્યા હતા.
અક્ષય રાઠીએ તેના ટિ્‌વટમાં લખ્યું હતું કે, એ કેટલી મસ્ત વાત છે કે અક્ષય કુમાર એટલા સમયમાં એક ફિલ્મ પુરી કરી દે છે જેટલા સમયમાં અન્ય કેટલાક કલાકારો માત્ર સ્કિલ્સ જ શીખી શકે છે. ત્યારે અક્ષય કુમારની ફિલ્મો વધારે હિટ સાબિત થાય છે. બીજા સ્ટાર્સે કંઈક ખાસ કરવુ પડશે. સારું પ્લાનિંગ કરવું પડશે.
અક્ષય રાઠીના આ ટિ્‌વટ ઉપર અભિષેક બચ્ચનની નજર પડતા જ અભિષેક બચ્ચને તરત જ એ વાતની પ્રતિક્રિયા આપી છે. તેણે જવાબ આપતા લખ્યું કે, આ સાચી વાત નથી, દરેક માણસ કામ કરવા માટે અલગ અલગ વાતોથી મોટિવેટ હોય છે. દરેકની કામ કરવાની પોતપોતાની ઝડપ હોય છે. તો ફરી અક્ષય રાઠીએ અભિષેકની એ વાતનો જવાબ પણ આપ્યો હતો. તેણે ફરી ટિ્‌વટ કરીને લખ્યું કે, સાધારણ પરિસ્થિતઓમાં એ બરાબર છે. પરંતુ અત્યારે તો વધારેથી વધારે કામ કરવાની જરૂરીયાત છે. કલાકારોએ પોતાની ઝડપને વધારવી પડશે. તેનાથી લોકોમાં એક આશા તો જાગશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/