fbpx
બોલિવૂડ

અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર શૅર કરી, નામ પાડ્યું વામિકા

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરી હતી. આ સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની વાત કરી હતી. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ ૧૧ જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમારા તમામનો આભાર.

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ ૧૧ દિવસ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જાેવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જાેવા મળી હતી. વિરાટ કોહલીના બે ચશ્માએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વિરાટે એક ચશ્મા પહેર્યા હતા અને બીજા ચશ્મા શર્ટ પર ભરાવ્યા હતા. માનવામાં આવે છે કે શર્ટ પર ભરાવેલા ચશ્મા નંબરના હતા. વિરાટે જે ચશ્મા પહેર્યા હતા તે સનગ્લાસ હતા. અનુષ્કા તથા વિરાટે ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્‌સ, ડાર્ક ચોકલેટ્‌સ તથા સુગંધિત કેન્ડ્‌લ સાથે એક પત્ર મોકલ્યો હતો.

આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં હતો. વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું હતું, ‘હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/