કોમેડિયન કપિલ શર્માએ પોતાના દિકરાના નામ પર મૌન તોડ્યુ

દરેક ઘરમાં વિકેન્ડનો હાસ્ય દરબાર લગાવતા કપિલ શર્મા તાજેતરમાં જ બીજીવાર પિતા બન્યા છે અને તેના બાળકના નામને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.
૧ ફેબ્રુઆરીએ તેની પત્ની ગિન્ની ચતરથે દિકરાને જન્મ આપ્યો અને આ વાત ખુદ કપિલે જ પોતાના સોશ્યલ મિડીયા દ્વારા શૅર કરી હતી. જે બાદ લોકોએ તેને ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેની પત્ની બીજી વાર માતા બની છે અને તે સમયે તેની સાથે સમય વિતાવવા માટે જ કપિલે કપિલ શર્મા શોની આ સિઝન બંધ કરી દીધી હતી. થોડા સમય બાદ કપિલ નવી સિઝન સાથે પરત ફરશે.
લોકોને જ્યારથી ખબર પડી છે કે કપિલને દિકરો આવ્યો ત્યારથી તેના નામને લઇને અટકળો ચાલુ થઇ ગઇ છે. હાલમાં જ ટિ્વટર પર એક યુઝરે કપિલને પુછી લીધુ કે તેણે દિકરાનું નામ શું રાખ્યું છે ત્યારે કપિલે તેને જવાબ આપ્યો હતો.
કપિલ શર્મા અને ગિન્ની ચતરથના લગ્ન ડિસેમ્બર ૨૦૧૮માં થયા હતા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કપિલના ઘરે દીકરી અનાયરાનો જન્મ થયો હતો. લૉકડાઉનથી જ ગિન્નીના પ્રેગનેન્સીના સમાચાર આવતા હતા પરંતુ કપિલે તેના પર કોઇ જ પ્રતિક્રીયા આપી નહોતી. જ્યારે તેનો શો બંધ થવાનો છે તે ખબર વાયરલ થઇ ત્યારે કપિલે બહાર પાડ્યુ કે તેની પત્ની ગર્ભવતી છે અને શૂટિંગના કારણે તે પરિવારને સમય નથી આપી શકતો. જેથી તે થોડો બ્રેક લેશે અને પત્ની તેમજ બીજા બાળક સાથે સમય વિતાવશે.
Recent Comments