fbpx
બોલિવૂડ

ટીવી સીરિયલ ‘આપકી નજરોં ને સમજા’માં કૃતિકા સિંહ યાદવને રિપ્લેસ કરી દેવાઈ

ટીવી સીરિયલ ‘આપકી નજરોં ને સમજા’માં જાેવા મળેલી એક્ટ્રેસ કૃતિકા સિંહ યાદવ હાલ આઘાતમાં છે. સીરિયલમાં કૃતિકા ચાર્મીના રોલમાં જાેવા મળતી હતી પરંતુ હવે તેને રિપ્લેસ કરી દેવાઈ છે. શોના મેકર્સે કૃતિકાના સ્થાને ચાર્મીના રોલમાં એક્ટ્રેસ અદિતિ રાઠોરને લઈ લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, કૃતિકાને જાણ કર્યા વિના જ મેકર્સે રાતોરાત તેના સ્થાને અદિતિને લઈ લીધી હતી.

કૃતિકા સિંહ યાદવે હાલમાં જ આ વિશે બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. કૃતિકાએ કહ્યું, “પ્રોડક્શન હાઉસે મને રિપ્લેસમેન્ટ અંગે જાણ જ નહોતી કરી. એપ્રિલ મહિનામાં હું કોરોના સંક્રમિત થઈ હતી અને એ વખતે અમે ગોવામાં શોનું શૂટિંગ કરી રહ્યા હતા. મને કોરોના થયો ત્યારથી પ્રોડક્શન હાઉસે મારી સાથે વાત નથી કરી. હું એ જ વિચારતી હતી કે શોમાં મારા પાત્રને મારી નાખવામાં આવ્યું છે અને હવે મેકર્સને એ કેરેક્ટર ફરી જીવિત કરવાની જરૂર નહીં હોય કારણકે શોમાં મારા રોલ અંગે તેમણે કોઈ જ ચર્ચા કરી નહોતો. હવે લગભગ બે મહિના પછી મને જાણ થઈ કે મને શોમાંથી રિપ્લેસ કરી દેવાઈ છે. આ નિરાશાજનક છે. મને લાગે છે કે તેમણે મને જાણ કરવી જાેઈતી હતી કે મારા સ્થાને તેઓ કોઈ બીજાને લઈ રહ્યા છે. મારી સાથે કોઈ સમસ્યા હોય તો તે મુદ્દે પણ ચર્ચા કરવી જાેઈતી હતી. ચર્ચા થઈ શકી હોત.”

આ ઘટનાથી કૃતિકા ખૂબ દુઃખી છે અને પ્રયાસ કરી રહી છે કે, આ વાત ભૂલીને જીવનમાં આગળ વધે. તેણે કહ્યું, “આ મારો પહેલો ટીવી શો હતો અને શૂટિંગનો અનુભવ પણ સારો હતો. મને અહેસાસ થયો છે કે આવી બાબતોની ઈન્ડસ્ટ્રીમાં નવાઈ નથી. ઠીક છે. હવે આગળ વધી જવું જાેઈએ. આ અનુભવ પરથી મને ઘણું શીખવા મળ્યું છે અને આ પરથી હું જીવનમાં વધુ મજબૂત બની શકીશ.”

બીજી તરફ પ્રોડ્યુસર સોનાલી જાફરનું કહેવું છે, “શોની સ્ટોરીમાં ફેરફાર થવાને લીધે થોડા મહિના પહેલા અમે ચાર્મીનો ટ્રેક પૂરો કરી દીધો હતો. આ જ કારણે કૃતિકાને જવા દીધી હતી. પરંતુ હવે અમે ચાર્મીનું પાત્ર ફરી લાવવાનો ર્નિણય કર્યો છે અને તેના માટે અદિતિ રાઠોરને લેવાનું નક્કી કર્યું છે.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/