fbpx
બોલિવૂડ

શાહરુખ ખાને યશ રાજ બેનરની ફિલ્મ પઠાણ વચ્ચે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

શાહરુખની સામે સાઉથની સુપરસ્ટાર નયનતારાને આ ફિલ્મમાં લેવામાં આવી છે. નયનતારા અને એટલીએ અગાઉ ‘રાજા રાની’ અને ‘બિગિલ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ નયનતારાનું બોલિવૂડ ડેબ્યૂ હશે. સ્વાભાવિક છે કે ચાહકો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે. આ એક પૈન ઇન્ડિયા ફિલ્મ હશે, જેનું શૂટિંગ ૬-૭ મહિના સુધી અલગ અલગ લોકેશન પર ચાલવાનું છે. તેનું શૂટિંગ મહારાષ્ટ્ર, દુબઇ અને કેટલાક અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ થવાનું છે. શાહરુખ ખાને યશ રાજ બેનરની ફિલ્મ પઠાણ વચ્ચે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ સાઉથ ડિરેક્ટર એટલીની ફિલ્મ છે. જાે સૂત્રોનું માનીએ તો અહીં ૧૦ દિવસનું શૂટિંગ કરવાનું છે, ત્યારબાદ ટીમ મુંબઈની ફિલ્મ સિટીમાં શિફ્ટ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ મોટા બજેટ પર તૈયાર થવા જઈ રહી છે અને તેનું શૂટિંગ પણ મોટા પાયે થવાનું છે. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો તે એકદમ ધમાકેદાર બનવાની છે. શાહરૂખ સાથે ફિલ્મમાં નયનતારા, પ્રિયામણી, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર હોવાના અહેવાલ છે. કાસ્ટમાં કેટલીક વધુ સરપ્રાઈઝ મળી શકે છે. કેટલાક દક્ષિણના કલાકારોના નામ ઉમેરવામાં આવનાર છે, જે આગામી મહિનાઓમાં જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પ્રિયામણી આ ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવી રહી છે અને શેડ્યૂલ માટે પુણે પહોંચી છે. આ પહેલીવાર નથી કે આ બંને સ્ટાર્સ એક સાથે જાેવા મળશે. આ પહેલા શાહરૂખ ખાન અને પ્રિયામણિ રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્સપ્રેસમાં સાથે જાેવા મળ્યા હતા. શાહરૂખ ખાન પર વાત કરતા પ્રિયામણીએ કહ્યું હતું કે, શાહરૂખ ખાન સફળતાને તેના માથા પર જવા દેતો નથી. આ સમય દરમિયાન અમે ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા, શાહરૂખ ખાન સ્વીટ અને સામાન્ય હતો. તે ખૂબ જ સહજ લાગે છે. મને લાગે છે કે તેનું વ્યક્તિત્વ એવું છે કે તમે તેના પ્રેમમાં પડી જાઓ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/