fbpx
બોલિવૂડ

છેલ્લા ૧૨ વર્ષમાં તે ઘણો બદલાઈ ગયો છે :શશાંક વ્યાસ

શશાંક વર્ષ ૨૦૦૯માં મુંબઈ આવ્યો હતો અને અહીં આવીને પોતાની ઓળખ બનાવી હતી. ૨૦૧૦ માં તેણે પ્રખ્યાત ટીવી સીરિયલ બાલિકા વધૂથી અભિનયની શરૂઆત કરી, જેમાં તે દિવંગત અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી સાથે જાેવા મળ્યો હતો. આ શોમાં તેણે જગદીશ (જગિયા) સિંહની ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.પ્રખ્યાત ટીવી એક્ટર શશાંક વ્યાસનો (જીરટ્ઠજરટ્ઠહા ફઅટ્ઠજ) બર્થડે છે અને તેઓ ૩૪ વર્ષના થઈ ગયા છે. શશાંકનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૮૬ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેણે પોતાનું ગ્રેજ્યુએશન ઈન્દોરથી કર્યું હતું પરંતુ બાદમાં તેણે પોતાના મિત્રના કહેવાથી એક્ટિંગ કરિયર પસંદ કરી હતી. શશાંકને તેની પહેલી ટીવી સિરિયલથી જ ઓળખ મળી હતી પરંતુ અહીં સુધી પહોંચવું તેના માટે આસાન નહોતું. આ રોલ મેળવતા પહેલા શશાંકે ૨૮૫ ઓડિશન આપ્યા હતા. તેણે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બાલિકા વધૂના નિર્માતાઓના સંપર્કમાં આવતા પહેલા મેં ૨૮૫ કે તેથી વધુ ઓડિશન આપ્યા હતા. હું વર્ષ ૨૦૦૯માં મુંબઈ આવ્યો હતો. હું અભિનયની શોધમાં હતો અને દરેક જગ્યાએ ઓડિશન આપતો હતો. ‘બાલિકા વધૂ’ના નિર્માતાઓએ મને ઓડિશન માટે બોલાવ્યો મારી તસવીરો જાેઈને બીજા દિવસે મને ફોન આવ્યો. તેઓએ મને કન્ફર્મેશન લેટર પર સહી કરવા માટે કહ્યું પરંતુ ૧૦ દિવસ સુધી કંઈ થયું નહીં. શશાંકે જણાવ્યું કે આ પછી તેણે કાસ્ટિંગ પાર્ટ સાથે જાેડાયેલા વ્યક્તિ સાથે વાત કરી અને કહ્યું કે તે સંઘર્ષ કરી રહ્યો છે અને તેને પૈસાની જરૂર છે. બાદમાં શશાંકને કહેવામાં આવ્યું કે તેનો કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયો છે અને તે સુરેખા સીકરી સાથે કામ કરશે. શશાંકે જણાવ્યું કે તેની સ્વર્ગસ્થ માતા તેનો શો જાેતી હતી. શશાંકના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તે ફરવાનો શોખીન છે, જેનો અંદાજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ લગાવી શકાય છે. તેમજ જાે શશાંકના લુકની વાત કરીએ તો છેલ્લા ૧૨ વર્ષમાં તે ઘણો બદલાઈ ગયો છે અને એવું કહેવું ખોટું નહીં હોય કે હવે તે પહેલા કરતા વધુ સારો દેખાય છે. શશાંક ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતો રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ ૪.૫ લાખ ફોલોઅર્સ છે. તે જાણીતું છે કે બાલિકા વધૂ પછી શશાંકે ટીવી સીરિયલ જાના ના દિલ સે દૂર અને રૂપ-મર્દ કા નયા સ્વરૂપમાં કામ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/