fbpx
બોલિવૂડ

દિપીકાની ફિલ્મ ગહરાઈયાની રણવીર સિંહે પ્રશંસા કરી

દર્શકો ઘણા સમયથી દીપિકા પાદુકોણની આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ આગળ વધારી દેવામાં આવી છે. તે હવે ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મને શકુન બત્રા ડિરેક્ટ કરી રહ્યા છે. દીપિકા ઉપરાંત તેમાં સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કર્વા પણ છે. આ સિવાય પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં કામ કરતા જાેવા મળશે.

તેને કરણ જાેહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ દીપિકાની સૌથી ખાસ ફિલ્મો પૈકી એક છે, તે તેના દિલની ખૂબ જ નજીકની વાત કહી રહી છે. ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગહરાઈયાં’નું ટ્રેલર ગઈ કાલે એમેઝોન પ્રાઈમ વીડિયોની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેના ટ્રેલરના રિલીઝ પછી જેની સૌથી વધુ ચર્ચા થઈ છે, તે છે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે ફિલ્માવવામાં આવેલા ઇન્ટિમેટ સીન. આ ફિલ્મની સૌથી મોટી હાઈપ દીપિકા છે.

દીપિકા પહેલીવાર સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરી રહી છે અને તેણે ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા છે. બધા રણવીર સિંહના જવાબની રાહ જાેઈ રહ્યા હતા. મોડી રાત્રે રણવીરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દીપિકાનું પોસ્ટર શેર કર્યું અને તેની ફિલ્મની પ્રશંસા કરી હતી. તેણે માત્ર દીપિકાના પાત્રના વખાણ કર્યા નથી, પરંતુ ફિલ્મ સાથે જાેડાયેલા બાકીના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે. તેણે આ ટ્રેલરને તીવ્ર અને મૂડી ગણાવ્યું છે.

રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘ગહરાઈયાં’ નું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં માત્ર દીપિકા જ જાેવા મળી રહી છે. પોસ્ટર શેર કરતા તેણે લખ્યું છે કે મૂડી, સેક્સી અને ઇન્ટેસ, ડોમેસ્ટિક નોયર? સાઈન કરી લીધી છે. મારા બધા ફેવરિટ શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કર્વા. નસીર ધ લીજેન્ડર! અને મારી બેબી ગર્લ જે હ્લટ્ઠડૈઙ્મઙ્ર્મૈહ મ્ેટટટજેવી દેખાય છે. આ બધાનું નિર્માણ કરણ જાેહરે કર્યું છે. રણવીરે આ પોસ્ટમાં બધાને શુભેચ્છા પાઠવી છે અને ફિલ્મ વિશે પોતાની ઉત્સુકતા પણ વ્યક્ત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/