fbpx
બોલિવૂડ

અભિનેતા પ્રભાસને તેના ચાહકે ધમકી આપેલો પત્ર વાયરલ થયો

પ્રભાસને ધમકી આપનાર ચાહકે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સે પ્રભાસની અપકમિંગ ફિલ્મ સલાર વિશે ધમકી આપી છે. ફેને કહ્યું કે જાે તેણે ફિલ્મ સાલાર વિશે કોઈ અપડેટ નહીં આપો તો હું મારો જીવ આપી દઈશ. ચાહકે પત્રમાં લખ્યું છે કે, અમે પહેલાથી જ દુઃખી અને નિરાશ છીએ કારણ કે ‘સાહો’, ‘રાધે શ્યામ’ અને પ્રભાસની અગાઉની ફિલ્મો સાથે પણ આવું જ થયું હતું. જાે આ મહિને અમને સાલારની ઝલક બતાવવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ. અમને સલારના અપડેટ્‌સની જરૂર છે. અગાઉ ડાયરેક્ટર પ્રશાંત નિલે કહ્યું હતું કે, સલાર અંગે ટૂંક સમયમાં અપડેટ આપવામાં આવશે. પરંતુ આ વાતને એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે.

હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યા નથી. આ દરમિયાન ચાહકે આપેલી આત્મહત્યાની ધમકી મીડિયામાં છવાઈ ગઈ છે. અહીં નોંધનીય છે કે, સાલાર પ્રભાસની કારકિર્દીની સૌથી રોમાંચક અને હિંસક ફિલ્મ હશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન, દિશા પટાણી અને જગપતિ બાબુ જાેવા મળશે. આ ફિલ્મને પ્રશાંત નીલે લખી છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. પ્રભાસે તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી એટલે એને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ તે ‘પ્રોજેક્ટ દ્ભ’નું શિડયુલ પૂરું કરશે. જેમાં તે દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે. તે પૂર્ણ કર્યા પછી જ તેઓ સલારના સેટ પર તેની હાજરી આપશે. તે ૨૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.સાઉથના સુપરસ્ટાર પ્રભાસને ચાહકોની સંખ્યા કરોડોમાં છે. બાહુબલી મૂવી બાદ તે ઘરે ઘરે જાણીતો કલાકાર બની ગયો છે.

ચાહકો તેની ઝલક જાેવા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. આવી સ્થિતિમાં પ્રભાસનો એક વિચિત્ર ચાહક સામે આવ્યો છે. પ્રભાસના આ ચાહકે તેની આવનારી ફિલ્મોની અપડેટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં તેણે સ્યુસાઇડ નોટ પણ લખી છે અને આ લેટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફેન લાંબા સમયથી ફિલ્મ વિશે કોઈ અપડેટ શેર ના કરવા બદલ સાલારના મેકર્સ પર ગુસ્સે છે અને તેણે જીવ આપવાની ધમકી આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/