fbpx
બોલિવૂડ

બોલિવુડ ફિલ્મોમાં ડબલ રોલનો જમાનો આવી રહ્યો છે

કોરોના પેન્ડેમિક બાદ બદલાયેલા સંજાેગોમાં ફિલ્મ મેકર્સ પર પ્રેશર વધ્યું છે. મોટા બેનરની બિગ બજેટ ફિલ્મો પણ ઊંધા માથે પછડાઈ હોય તેવા કિસ્સા નોંધાયા છે. અગાઉ સ્ટાર વેલ્યુ પર ફિલ્મો બમ્પર હિટ થઈ જતી હતી, પરંતુ હવે ઓડિયન્સની ચોઈસ બદલાઈ છે. દિલીપ કુમારથી માંડીને શાહરૂખ સુધીના સ્ટાર્સની ડબલ રોલ વાળી ફિલ્મોને દસકાઓ બાદ પણ યાદ કરવામાં આવે છે. રામ ઔર શ્યામ, સીતા-ગીતાથી માંડીને જુડવા- કરણ અર્જુન જેવી અનેક ફિલ્મો ડબલ રોલના કારણે હિટ રહી હતી. ન્યૂ નોર્મલના નવા સંજાેગોમાં ફિલ્મને સક્સેસ અપાવવા માટે ફિલ્મ મેકર્સ જૂનો અને જાણીતો અખતરો અજમાવી રહ્યા છે. આગામી સમયમાં એન્ટરટેઈનમેન્ટના ડબલ ડોઝ સાથે ડબલ રોલ કરવા માટે મોટા સ્ટાર્સ કમર કસી રહ્યા છે.

આ લિસ્ટમાં શાહરૂખની જવાનથી માંડીને રણબીરની શમશેરા સુધીની ફિલ્મોનો સમાવેશ થાય છે. શમશેરા : રોમેન્ટિક ઈમેજ ધરાવતો રણબીર કપૂર એક્શન અવતાર માટે સજ્જ થઈ રહ્યો છે. બ્રહ્માસ્ત્ર અને શમશેરામાં રણબીર રોમાંચક એક્શન સીન કરવાનો છે. શમશેરાનું ટ્રેલર થોડા સમય પહેલા રિલિઝ થયુ હતું. જેમાં રણબીર કપૂર ડબલ રોલમાં જાેવા મળે છે. સીસ્ટમ સામે જંગે ચડેલા પિતા અને તેમનો વારસો સાચવનારા પુત્રનો રોલ રણબીરે કર્યો છે. જવાન ઃ ચાર વર્ષના બ્રેક બાદ કમબેક કરનારા શાહરૂખ ખાને જવાન ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે.

સાઉથના ફેમસ ડિરેક્ટર એટલીની ફિલ્મમાં શાહરુખની સાથે નયનતારા લીડ રોલમાં છે. ફિલ્મના પોસ્ટરમાં શાહરૂખે હાથ અને માથા પર પટ્ટીઓ બાંધેલી છે, જેને જાેતાં આ ફિલ્મમાં એક્શનની ભરમાર લાગે છે. પોન્નિયન સેલ્વન ઃ દિલ સે અને રોજા જેવી ફિલ્મો બનાવનારા તમિલ ડિરેક્ટર મણિરત્નમ મેગા સ્ટાર્સ સાથે બિગ બજેટ ફિલ્મ બનાવી રહ્યા છે. પોન્નિયન સેલ્વન નામની આ ફિલ્મને ટૂંકમાં પીએસ-૧ તરીકે ઓળખવામાં આવે છે. જેથી ફિલ્મની સીક્વલ બનાવવાનો પ્લાન પણ અત્યારથી તૈયાર હોવાનું લાગે છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયનો ડબલ રોલ છે. રાજકુમારી નંદિની દેવી અને તેની માતા મંદાકિની દેવીના રોલમાં ઐશ્વર્યા જાેવા મળશે.

સર્કસ ઃ એક્શન હીરોના કેરેક્ટરમાં વધારે પોપ્યુલર થયેલા રણવીર સિંહે કોમેડી પર હાથ અજમાવ્યો છે. જયેશભાઈ જાેરદાર બાદ તે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં હાસ્યની છોળો ઉડાવશે. સર્કસમાં રણવીરના ડબલ રોલ છે અને આ સાથે પહેલી વખત રણવીર ડબલ રોલમાં જાેવા મળશે. સાલાર ઃ કેજીએફ ફેમ ડાયરેક્ટર પ્રશાંત નીલ હાલ પ્રભાસ સાથેની અપકમિંગ ફિલ્મ સાલારમાં બિઝી છે. આ ફિલ્મમાં પ્રભાસ વધુ એક વખત ડબલ રોલમાં જાેવા મળશે. ઓડિયન્સે છેલ્લે બાહુબલિમાં પ્રભાસને ડબલ રોલમાં જાેયો હતો. આરસી ૧૫ ઃ સાઉથના સુપર સ્ટાર રામ ચરણની ફિલ્મ હાલ આરસી ૧૫ ટાઈટલથી બની રહી છે. ડાયરેક્ટર શંકરની આ ફિલ્મમાં રામ ચરણનો ડબલ રોલ છે.

ગુમરાહ ઃ લાંબા સમયથી કોઈ મોટી ફિલ્મમાં નહીં દેખાયેલા આદિત્ય રોય કપૂરની ફિલ્મ ગુમરાહ પાઈપલાઈનમાં છે. સાઉથની ફિલ્મ થડમની હિન્દી રીમેકમાં આદિત્યનો ડબલ રોલ છે. બે જાેડિયા ભાઈઓની આ સ્ટોરીમાં આદિત્યનું કેરેક્ટર અલગ-અલગ શેડમાં જાેવા મળશે. નો એન્ટ્રી ૨ ઃ સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ફરી એક વાર નો એન્ટ્રી ૨માં સાથે જાેવા મળશે. ડાયરેક્ટર અનિસ બાઝમીની આ ફિલ્મમાં ત્રણેય લીડ એક્ટર્સ ડબલ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મની કાસ્ટમાં છ એક્ટ્રેસને લેવાનો પ્લાન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/