fbpx
બોલિવૂડ

કમાને રમકડું બનાવીને લોકો સામે ન મૂકો, આવા તાયફા બંધ કરવા જોઈએઃ હિતેન કુમાર

ગુજરાતમાં હાલ એક નામ ચર્ચાઈ રહ્યું છે અને તે નામ છે ‘કમો’. સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો હશે જ. ત્યારે હાલ ગુજરાતમાં લોક ડાયરામાં સેલિબ્રિટી બની ગયેલા એવા કમાને લઈને અનેક વાદ વિવાદો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે કમા વિશે ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમાર સામે આવ્યા છે અને લોકો આગળ કમાને આ રીતે રજૂ નહીં કરવા માટેની વિનંતી કરી રહ્યા છે.

ગુજરાતના જાણિતા કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા હાલમાં જ ફેમસ બનાવી દેવામાં આવેલા માનસિક રીતે વિકલાંગ કમાને લઈને હાલ તો અનેક વાદ વિવાદ ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતી ફિલ્મ અભિનેતા દ્વારા પણ કમા માટે પ્રતિક્રિયા આપવામાં આવી છે, ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમાર દ્વારા લોકો આગળ વિનંતી કરવામાં આવી છે કે, આવા એટલે કે કમા જેવા મનો દિવ્યાંગ બાળકોને હૂંફ અને પ્રેમની જરૂર હોય છે.

તેઓએ કહ્યું કે હું દરેકે દરેક વ્યક્તિ આગળ હાથ જોડીને વિનંતી કરું છું કે, કમા જેવા વ્યક્તિને આ રીતે આમ રમકડું બનાવીને આ રીતે લોકોની સામે નહીં મૂકો કારણ કે માનસિક રીતે વિકલાંગ જે કહી શકાય તેના માટે કરુણા તો પેદા નથી થતી પણ હાસ્યાસ્પદ ઘટના બની રહી છે. આ પ્રકારના લોકો માટે કરુણા હોવી જોઈએ તેમના માટે આ પ્રકારના તાયફા કરવાનું બંધ કરવું જોઈએ તેવું મારુ માનવું છે.

આ સાથે જ હિતેન કુમારે વધુમાં કહ્યું કે દરેકે દરેક પ્રોગ્રામમાં જે રીતે તેને રજૂ કરવામાં આવે છે. ક્યારેક ધૂણાવીને, ક્યારેક ચાર બોડી ગાર્ડની સાથે. તો ક્યારેક કમો ચુંટણી લડશે આ પ્રકારના જે સ્કૂપ ઉભા કરવામાં આવે છે તે આપણા લાયક નથી આપણને શોભતા નથી. મહેરબાની કરીને આ બંધ કરશો તો હું આ જન્મ ઉપકારી રહીશ આપ સૌનો. આમ કહી હિતેન કુમારે કમા બાબતે પોતાની પ્રતિક્રિયા લોકો આગળ રજૂ કરી છે.

ત્યારે વાત કરીએ કમાની તો, આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે, પરંતુ કેટલાક લોકો હજુ કમાથી અજાણ છે.  ત્યારે કમાની વાત કરીએ તો કમો એટલે કમલેશ ભાઇ, જેઓ માનસિક વિકલાંગ છે. જેને હાલ ગુજરાતના જાણિતા કલાકાર કીર્તિદાન ગઢવીએ ફેમસ બનાવી દીધો છે. મોટા-મોટા નામાંકિત કલાકારો તેને કાર્યક્રમમાં અને સ્ટેજ પર બોલાવે છે. ડાયરાઓમાં કમાભાઇનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે.

હાલ કમો કમાભાઇ થઇ ગયો છે અને વટથી ડાયરા અને કાર્યક્રમમાં હાજરી પણ આપે છે. ત્યારે જો કમાની હાજરી હોય તો તે પ્રોગ્રામ સફળ થતો જોવા મળે છે. હાલ તે યૂટ્યૂબમાં પણ ખુબ ફેમસ છે અને લોકગીતોની રમઝટમાં કમાનો ડાન્સ પણ સૌને પસંદ આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન પણ કમો અનેક જગ્યાએ હાજરી આપતો નજરે પડયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/