fbpx
બોલિવૂડ

સરેન્ડર બાદ સપના ચૌધરી કસ્ટડીની બહાર, આ શરત પર કોર્ટે વોરન્ટ પાછું લીધું

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ આજે કોર્ટમાં સરેન્ડર કર્યું. જાણકારી અનુસાર, SCJM કોર્ટે સપના ચૌધરીને સરેન્ડર ઉપરાંત કસ્ટડીમાં લીધી છે. સપના ચૌધરી વિરૂદ્ધ વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું, જેના કારણે તેણે કોર્ટમાં હાજરી આપવાની હતી. પણ, પાછલી 6 તારીખે કોર્ટમાં હાજર થવા પહેલા પર્વ જજ શાંતનુ ત્યાગી રજા પર ચાલ્યા ગયા હતા. જેના કારણે બન્ચની બેઠક ન થઇ હતી. હવે રિકોલ પર સપના ચૌધરીએ આજે શાંતનુ ત્યાગીની કોર્ટમાં હાજર થઇને પોતાને સરેન્ડર કરી દીધી. જ્યાં, કોર્ટે ડાન્સર સપના ચૌધરીને કસ્ટડીમાં લઇ લીધી હતી.

થોડી વાર બાદ ખબર આવી કે, સપનાનું વોરન્ટ પાછુ લઇ લેવામાં આપ્યું છે. સપનાને કોર્ટે કસ્ટડીથી મુક્ત કરી દીધી છે. કોર્ટે સપના ચૌધરીનું વોરન્ટ આ શરત પર પાછુ લીધું કે, તે ફરીથી કોર્ટમાં હાજર થઇને સહયોગ આપશે. મુદ્દાની આગામી સુનાવણી હવે 30મી સપ્ટેમ્બરના રોજ થશે.

વર્ષ 2018ના ઓક્ટોબરમાં લખનૌના સ્મૃતિ ઉપનવમાં સપના ચૌધરીનો કાર્યક્રમ હતો. લોકોએ કાર્યક્રમને જોવા માટે ઓફલાઇન અને ઓનલાઇન 300 રૂપિયા આપ્યા હતા. પણ સપના ચૌધરી એ કાર્યક્રમમાં હાજર નહોતી રહી. ત્યાર બાદ લોકોએ ધમાલ કરી અને કોર્ટમાં કેસ પહોંચ્યો, કારણ કે, હજારોની સંખ્યામાં લોકોએ ટિકિટ પૈસા આપીને ખરીદી હતી.

એવામાં જ્યારે સપના ચૌધરી પરફોર્મન્સ માટે નહીં પહોંચી તો લોકો નારાજ થઇ ગયા અને ધમાલ મચાવી હતી. આ દગાખોરીના મુદ્દે આજે સપના ચૌધરીને લખનૌના ACJM કોર્ટમાં હાર થવાનું હતું. આ મુદ્દે FIRમાં શોના ઓર્ગેનાઇઝર જુનૈદ એહમદ, નવીન શર્મા, ઇવાદ અલી, અમિત પાન્ડે અને રત્નાકાર ઉપાધ્યાયનું નામ પણ શામેલ હતું.

સપના ચૌધરી હરિયાણાની ફેમસ ડાન્સર છે. તે પોતાના લાઇવ સ્ટેજ શો માટે જાણીતી છે. સપનાને તેરી આખ્યા કાયો કાજલ નામના ગીતમાં પોતાના પર્ફોર્મન્સ બાદ ઓળખ મેળવી હતી. ત્યાર બાદ તેને રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવામાં આવી હતી. શોમાં પણ તેણે પોતાના ડાન્સનો જલવો જોયો હતો. સપનાના લાખો ફેન્સ છે, જે તેના ડાન્સના દિવાના છે. હજારોની સંખ્યામાં સપના ચૌધરીનો શો જોવા દર્શકો પહોંચે છે.

સપના ચૌધરીને હિટ ગીતો માટે વીડિયોમાં જોવામાં આવી છે. તેણે હાલમાં જ ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવની સાથે કામ કર્યું હતું. તે સિવાય તેણે બોલીવુડ ફિલ્મ વીરે દી વેડિંગ અને નાનૂ કી જાનૂમાં પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. સપના ચૌધરીએ 2019માં આવીલે ફિલ્મ દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સમાં એક્ટિંગ પણ કરી હતી.

પર્સનલ લાઇફની વાત કરીએ તો જાન્યુઆરી 2020માં સપના ચૌધરીએ વીર સાહૂ સાથે લગ્ન કરી લીધા. 2021માં તેણે ઇન્સ્ટાગ્રામના આસ્કમી એનીથિંગ સેશન દરમિયાન પોતાના લગ્નની ડેટનો ખુલાસો કર્યો હતો. સપનાનો એક દીકરો પણ છે. તેણે પોતાના દીકરાનું નામ પોરસ રાખ્યું છે. દીકરાનો જન્મ ઓક્ટોબર 2020માં થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/