fbpx
બોલિવૂડ

અજય દેવગણ ફરી એકવાર તેની ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ લઈને આવ્યા

અજય દેવગણ ફરી એકવાર તેની ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ લઈને આવી રહ્યા છે. સિક્વલ ફિલ્મના રિલીઝ થયેલા ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે, આ ફિલ્મ પણ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બની છે. આ ફિલ્મમાં અજય પોતાના પરિવારને અગાઉની ફિલ્મમાં કરેલા મર્ડરના આરોપથી બચાવતો નજર આવશે અને અક્ષય ખન્ના એડવોકેટના પાત્રમાં અજય દેવગણ અને તેના પરિવારને આરોપી બનાવવાની પેરવીમાં દર્શાવવામાં આવ્યો છે. અજય અને અક્ષય બે દાયકા અગાઉ પણ એકબીજાને ટક્કર આપતાં નજર આવી ચૂક્યાં છે. વર્ષ ૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાનગી’માં અજય દેવગણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું અને અક્ષય ખન્ના એડવોકેટની ભૂમિકામાં ફિલ્મની એક્ટ્રેસ ઉર્મિલા માંતોડકરને બચાવતો જાેવા મળ્યો હતો. અક્ષય સાથે ફરી એકવાર ફિલ્મ કરવા પર અજયે કહ્યું હતું કે, કાસ્ટિંગનો સંપૂર્ણ શ્રેય ડિરેક્ટર અભિષેક પાઠકને જાય છે.

હું એ પણ કહેવા માગુ છું કે, દિવંગત નિશીકાંત કામત વગર આ ફિલ્મની સિક્વલ શકય નહોતી. તેમણે પહેલી જ ફિલ્મને એટલી ભવ્ય રીતે બનાવી હતી કે, લોકોમાં આજે પણ ‘દ્રશ્યમ ૨’ને લઈને ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અક્ષય સાથે કામ કરવાના અનુભવ પર ‘ સિંઘમ’ બોલ્યા હતા કે, સારા એક્ટર્સની હાજરી હોવાના કારણે હંમેશા તમારા કામમાં પણ પોઝિટિવિટી આવે છે. અક્ષય સાથે કામ કરવાનો અનુભવ અગાઉ પણ શાનદાર રહ્યો હતો અને આ ફિલ્મમાં પણ તેની હાજરીને કારણે ફિલ્મ વધુ શાનદાર બની છે. અમારે અક્ષય જેવા જ સારા એક્ટરની જરૂર હતી અને તેની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે.‘દ્રશ્યમ ૨’ આગામી ૧૮ નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. અગાઉની ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ અજય દેવગણ, તબ, શ્રિયા શરણ અને ઈશિતા દત્તા મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/