fbpx
બોલિવૂડ

સોનુ સૂદ ફરી મરતા વ્યક્તિનો જીવ બચાવી તારણહાર બન્યો, નજારો જાેઈને લોકો ચોંકી ગયા

કોરોનાકાળે આ દુનિયાને ખરી હકીકત બતાવી દીધી હતી. કોરોના મહામારીના કપરાકાળે કોણ આપણું સગું અને કોણ પારકું તે સાબિત કર્યું હતું, પરંતુ આ સમયમાં એક એક્ટર ખરો હીરો બનીને સામે આવ્યો છે અને એ નામ સાથે આપણે સૌકોઈ વાકેફ છીએ – સોનુ સૂદ. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ અનેક વખત પોતાની ઉદારતા માટે હેડલાઇન્સમાં જાેવા મળે છે. કોવિડ-૧૯ દરમિયાન જરૂરિયાતમંદોના મસીહા તરીકે સૂદ આગળ આવ્યા હતા. જાેકે ત્યારબાદ પણ તેઓએ આજદિન સુધી સતત ઉમદા કાર્ય કરવાના સેવાભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી. એક મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તાજેતરમાં સૂદે એરપોર્ટ પર એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે.

આ વ્યક્તિ સાથે જે થયું તે જાણીને સમજાય છે કે સોનુ સૂદે ઝડપ અને ચોકસાઈ ન દાખવી હોત તો વ્યક્તિનો જીવતો બચાવવો મુશ્કેલ બની ગયો હોત. આ વખતે સોનુને સામાન્ય લોકોની સાથે-સાથે મેડિકલ ટીમ તરફથી પણ પ્રશંસા મળી છે. સોનુ સૂદને રિયલ લાઈફનો હીરો એમ જ નથી કહેવાતો. ક્યારેક સોશિયલ મીડિયાના માધ્યમથી તો ક્યારેક અંગત રીતે તેઓ લોકોને મદદ કરતા જાેવા મળ્યાં છે. તાજેતરમાં જ ફરી એકવાર સોનુ સૂદે આશ્ચર્યજનક પરાક્રમ કરી બતાવ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ સમગ્ર ઘટના દુબઈ એરપોર્ટ પર બની હતી. સોનુ સૂદ દુબઈના ઈમિગ્રેશન કાઉન્ટર પર તેની ફ્લાઈટની રાહ જાેઈ રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ ત્યાં બેભાન થઈને પડ્યો હતો.

આ દ્રશ્ય જાેઈને આસપાસના લોકો ભયભીત થઈ ગયા અને બધા પરેશાન થઈ ગયા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. સુદની નજર એકાએક આ ઘટનાક્રમ પર પડી. કહેવામાં આવી રહ્યું છે કે સોનુ સૂદ પણ ત્યાં હાજર હતો અને તેણે આ વ્યક્તિને પડતા જાેયો તો તરત જ તેની મદદ માટે આગળ આવ્યો. ચોકસાઈ અને સમજદારી બતાવતા તેણે આ વ્યક્તિના માથાને ટેકો આપ્યો અને પછી તેને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (ઝ્રઁઇ) આપવાનું શરૂ કર્યું. સદનસીબે સોનુ સૂદના પ્રયત્નોને કારણે આ વ્યક્તિ ફરીથી હોશમાં આવી ગયો અને તેનો જીવ બચી ગયો. આ બધું જાેઈ ત્યાં હાજર લોકો સોનુ સૂદના વખાણ કર્યા વગર રહી શક્યા નહીં. આટલું જ નહીં જે વ્યક્તિનો જીવ બચી ગયો અને ઘટનાસ્થળે પહોંચેલી મેડિકલ ટીમે પણ અભિનેતા કમ રિયલ હીરોના વખાણ કર્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/