fbpx
બોલિવૂડ

પ્રિયંકા ચોપરાએ માલતી મેરના જન્મ સાથે જાેડાયેલી વાતનો હચમચાવી નાંખનારો ખુલાસો કર્યો

પ્રિયંકા ચોપરાની દીકરીના જન્મના કારણે લોકોના ટોણા સાંભળવા પડ્યા હતા. એક્ટ્રેસે મા બનવા માટે સેરોગેસીનો રસ્તો અપનાવ્યો હતો. તેણે હવે દીકરી માલતી મેરના જન્મ સાથે જાેડાયેલી એવી વાત જણાવી છે, જેના કારણે લોકો ચોંકી ઉઠ્‌યા છે. પ્રિયંકા ચોપરાએ તે તમામ ઘટનાઓ વિશે જણાવ્યું કે જે તેણે દીકરી માલતી મેરીના જન્મ સમયે ઓપરેશન થિયેટરમાં જાેઇ અને અનુભવી હતી. પ્રિયંકા ચોપરાના દુનિયાભરમાં ફેન્સ છે, જેઓ તેની ફિલ્મો અને પર્સનલ લાઇફ વિશે જાણવા ઉત્સુક છે. તે હાલમાં પતિ નિક જાેનાસ અને દીકરી માલતી મેરી સાથે જીવનની સુંદર ક્ષણો માણી રહી છે, પરંતુ તેની દીકરીનો જન્મ એટલો સરળ ન હતો. એક્ટ્રેસે હવે જણાવ્યું છે કે તેણે સરોગસીનો રસ્તો શા માટે અપનાવ્યો હતો અને જન્મ સમયે દીકરીને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. માલતી મેરી સમય પહેલા આ દુનિયામાં આવી ગઈ હતી.

એક્ટ્રેસે વોગ મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેને વિશ્વાસ ન હતો કે તેની દીકરી બચી જશે. માલતી મેરીનો જન્મ થયો ત્યારે પ્રિયંકા ઓપરેશન થિયેટરમાં હાજર હતી. તે યાદ કરતા કહે છે, ‘તે જ્યારે આ દુનિયામાં આવી ત્યારે હું ઓપરેશન રૂમમાં હતી. તે કદમાં એક હાથ કરતા પણ નાની હતી. મેં ઇંટેંસિવ કેરમાં નર્સોને કામ કરતી જાેઈ. તેઓ ઈશ્વરે આપેલું કામ કરે છે. જ્યારે તેઓ દીકરીની બોડીમાં ટ્યુબ દાખલ કરી રહ્યા હતા, ત્યારે હું અને નિક આ બધું જાેઈ રહ્યા હતા. મને ખબર નથી કે તેઓ કેવી રીતે જાણે છે કે ટ્યુબ ક્યાં દાખલ કરવી. દીકરી જીવશે કે નહીં એ પણ મને ખબર નહોતી.

પ્રિયંકા ચોપરાએ સરોગસીનો રસ્તો કેમ પસંદ કર્યો? ઃ પ્રિયંકાએ જણાવ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હતી, જેના કારણે તે સામાન્ય રીતે માતા બની શકતી ન હતી, તેથી તેણે સરોગસીનો રસ્તો અપનાવ્યો. વધુ ઉંમર થઇ જાય ત્યારે મહિલાઓ સરળતાથી માતા બની શકતી નથી. તેમને મજબૂરીમાં ૈંફહ્લ અથવા સરોગસીનો આશરો લેવો પડે છે. ૪૦ વર્ષની પ્રિયંકા ચોપરા પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહી હતી. એક્ટ્રેસે સરોગસી વિશે કહ્યું, ‘હું મેડિકલ પ્રોબ્લેમ સામે ઝઝૂમી રહી હતી. મારા માટે આ કરવું જરૂરી હતું. હું નસીબદાર છું કે મારા સંજાેગો એવા હતા કે હું આ કરી શકી.

૧૦ વર્ષ નાના નિક જાેનાસ સાથે લગ્ન કર્યા ઃ પ્રિયંકાએ તેના સરોગેટની પ્રશંસા કરી, જેણે માલતી મેરીને લગભગ ૬ મહિના સુધી તેના ગર્ભમાં રાખી. એક્ટ્રેસે સરોગેટને દયાળુ, ફની અને ખૂબ જ સરસ વ્યક્તિ ગણાવી. એક્ટ્રેસે ૩૬ વર્ષની ઉંમરે પોતાનાથી ૧૦ વર્ષ નાના નિક જાેનાસ સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્નના લગભગ ૪ વર્ષ પછી, દીકરી માલતી મેરીએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો. પ્રિયંકા અને નિકે જાન્યુઆરી ૨૦૨૨માં દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. બોલીવુડની સાથે હોલીવુડમાં પણ કામ કરી રહી છે પ્રિયંકા ઃ પ્રિયંકા ચોપરાનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૮૨ના રોજ થયો હતો.

મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ તે લોકોની નજરમાં આવી હતી. તેણે ‘બરફી’, ‘૭ ખૂન માફ’, ‘મેરી કોમ’, ‘ક્રિશ’ અને ‘ડોન’ જેવી ફિલ્મો સહિત અનેક યાદગાર બોલિવૂડ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તે આગામી સમયમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જાેવા મળશે, જેમાં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ છે. તે ‘લવ અગેન’, ‘સિટાડેલ’ અને ‘શીલા’ જેવા હોલીવુડ પ્રોજેક્ટ્‌સનો પણ એક ભાગ છે. એક્ટ્રેસે હાલમાં જ દીકરી માલતી મેરી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, જેની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. જાે કે પ્રિયંકાએ તેની દીકરી સાથેના ઘણા ફોટા શેર કર્યા છે, પરંતુ કોઈપણ ફોટામાં તેનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/