fbpx
બોલિવૂડ

શૂટિંગ દરમિયાન કાજાેલ સાથે થયો અકસ્માત, શાહરૂખ જાેતો જ રહી ગયો, ઘટના છે ચોંકાવનારી

કાજાેલ, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રાની મુખર્જીની લોકપ્રિય ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ એ લોકોને પ્રેમ અને મિત્રતાના નવા રૂપ બતાવ્યા. આ ફિલ્મ પછી લોકો એ માનવા લાગ્યા કે, પ્રેમ એટલે મિત્રતા. ફિલ્મમાં હંમેશા હસતી કાજાેલને દર્શકોએ પણ ઘણો પ્રેમ આપ્યો. પરંતુ આ ફિલ્મના સેટ પર કાજાેલ સાથે કંઈક એવું થયું જેને તે ભાગ્યે જ ભૂલી શકે. કાજાેલે એકવાર આ અવિસ્મરણીય સ્ટોરી સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કાજાેલ વચ્ચેની સુંદર મિત્રતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. બંને ઘણી ફિલ્મોમાં એકબીજા સાથે રોમાન્સ કરતા જાેવા મળ્યા છે.

તેના ચાહકો તેને સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર બંને રીતે ખૂબ પસંદ કરે છે. બંનેની બોન્ડિંગ ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ જાેવા મળે છે. કાજાેલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક સમયે, સાયકલ ડે પર, કાજાેલે તેની અને શાહરૂખની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની અકસ્માતની ક્લિપ શેર કરી હતી. જે તે સમયે વાયરલ થયો હતો. કાજાેલે વર્ષ ૧૯૯૮માં સાયકલ ડેના અવસર પર આ યાદગાર ફિલ્મની એક વીડિયો ક્લિપ શેર કરી હતી. આ વીડિયો કાજાેલે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ સીન દરમિયાન કાજાેલ સાથે મોટી દુર્ઘટના ટળી હતી. વીડિયોમાં કાજાેલ અને શાહરૂખ ખાન સાઈકલ ચલાવતા જાેવા મળે છે. પરંતુ અચાનક કાજાેલ સાઇકલ ચલાવતી વખતે પડી જાય છે.

શાહરૂખે પોતાના એક ઈન્ટરવ્યુમાં પણ આ સીનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કાજાેલ સાઈકલમાંથી એટલી ઝડપથી નીચે પડી ગઈ હતી કે તેણે થોડા સમય માટે તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી. તે સેટ પર ન તો કોઈને ઓળખી રહી હતી અને ન તો પોતાને ઓળખી શકતી હતી. પરંતુ જ્યારે કાજાેલે થોડા કલાકો માટે આરામ કર્યો ત્યારે બધું બરાબર હતું. સેટ પર મૌન છવાઈ ગયું. આ રોમેન્ટિક બ્લોકબસ્ટર ફિલ્મમાં કાજાેલ સાથે બનેલી ઘટના વિશે વાત કરતાં શાહરૂખે કહ્યું હતું કે કાજાેલ સાઇકલ પરથી પડી જતાં સેટ પર હાજર દરેક લોકો ચોંકી ગયા હતા.

સેટ પર મૌન છવાઈ ગયું. કારણ કે કાજાેલ જાગી જતાં તે ન તો બીજા કોઈને ઓળખી રહી હતી કે ન તો પોતાને. હદ ત્યારે થઈ ગઈ જ્યારે બધાને લાગ્યું કે અભિનેત્રીએ તેની યાદશક્તિ ગુમાવી દીધી છે. પરંતુ જ્યારે કાજાેલને થોડીવાર સૂવા માટે કહેવામાં આવ્યું તો થોડીવાર સૂઈ ગયા બાદ કાજાેલે પહેલાની જેમ જ રિએક્ટ કરવાનું શરૂ કર્યું. પછી બધાના જીવમાં જીવ આવ્યો. જણાવી દઈએ કે શાહરૂખની આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં લવ ટ્રાયંગલ બતાવવામાં આવ્યો હતો. ફિલ્મમાં જતિન લલિતનું સંગીત છે. જે ખૂબ જ સુપરહિટ રહી હતી. ફિલ્મની વાર્તા અને ગીતો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. ૬ ઓક્ટોબર, ૧૯૯૮ના રોજ રીલિઝ થયેલી કરણ જાેહરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે હિન્દી ફિલ્મોને એક નવો આયામ આપ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/