fbpx
બોલિવૂડ

મલ્ટીપ્લેક્સોમાં અક્ષયની નવ ફ્લોપ ફિલ્મો બાદ દસમી હવે ઓટીટી પર થશે રિલીઝ!

અક્ષય કુમારે તેની ૪૦ વર્ષથી વધુના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવવાળા સમય જાેયા છે. પરંતુ, છેલ્લા થોડા વર્ષોથી ફક્ત ઉતાર જ જાેવા મળી રહ્યા છે. એક બાદ એક તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. એવું નથી કે ફક્ત થિયેટરોમાં લોકો તેને જાેવા નથી જઈ રહ્યા, પરંતુ ઓટીટી પર રીલિઝ થનારી ફિલ્મોને પણ નકારવામાં આવી રહી છે. તેની અસર તેની આવનારી ફિલ્મ પર પણ જાેવા મળી રહી છે. મીડિયામાં આવી રહેલી ખબર અનુસાર અક્ષયની ફિલ્મ ઓ માય ગૉડ ૨ને નિર્માતાઓ દ્વારા થિયેટરમાં રિલીઝ ના કરવાનો ર્નિણય લીધો છે.

અક્ષયની છેલ્લી ફિલ્મ સેલ્ફીનો થિયેટરમાં ખૂબ જ ખરાબ હાલ થયો હતો. આશરે ૨૫૦ કરોડનીજ ફિલ્મ માત્ર સોળ કરોડ રુપિયા જ કમાઈ શકી. શું ઓટીટી પર મળશે દર્શક? ખબર મળી રહી છે કે ઓહ માય ગોડ આગામી દિવસોમાં ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ બે ર્ં્‌્‌ પ્લેટફોર્મ ત્ર્નૈ અને ર્ફર્ં પર એકસાથે રિલીઝ થશે. આ પ્લેટફોર્મ્સે ઓહ માય ગોડના ડાયરેક્ટ-ટુ-ડિજિટલ રિલીઝના અધિકારો પ્રાપ્ત કર્યા છે. આ ફિલ્મ ૨૦૧૨ની હિટ ફિલ્મ ઓહ માય ગોડની ફ્રેન્ચાઇઝી છે, જેનું નિર્દેશન ઉમેશ શુક્લાએ કર્યું હતું. નિર્માતાઓ અને ર્ં્‌્‌ આશા ??રાખે છે કે ઓહ માય ગોડ ૨ મોટી સંખ્યામાં દર્શકો ઘરે બેસીને જાેશે કારણ કે ૨૦૧૨ની ફિલ્મની બ્રાન્ડ વેલ્યુ છે. આ ગયા વર્ષે દ્રશ્યમ ૨ ના કિસ્સામાં જાેવા મળ્યું હતું.

આવી સ્થિતિમાં, જ્યારે દર્શકો અક્ષયની ફિલ્મ જાેવા માટે થિયેટરમાં નથી જતા, તો ઓછામાં ઓછું તેઓ મોબાઇલ પર ફિલ્મ જાેશે. ઓહ માય ગોડ એક કોમેડી હતી જેણે ધાર્મિક દંભ અને અંધશ્રદ્ધાના સંવેદનશીલ વિષયને સામે લાવ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જાેરદાર કોમર્શિયલ સફળતા મેળવી હતી. પણ એ જમાનો જુદો હતો. આ સમયે, નિર્માતાઓને એ પણ ડર છે કે ફિલ્મ દ્વારા કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે.

કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે ઓ માય ગાય ૨નો મુદ્દો સેક્સ એજ્યુકેશન સાથે સંબંધિત છે. વાર્તા ઉજ્જૈનની છે અને અક્ષય કુમાર ભગવાન શંકરની ભૂમિકામાં જાેવા મળશે. ઓહ માય ગોડ ૨નું નિર્દેશન અમિત રાયે કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને એશા દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. દરમિયાન, અક્ષય લંડનમાં બડે મિયાં છોટે મિયાંના શૂટિંગમાં વ્યસ્ત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/