fbpx
બોલિવૂડ

સ્વાસ્તિકા મુખર્જીએ આ નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યો, જાણીતી એક્ટ્રેસે કર્યા મોટા ખુલાસા

સુશાંત સિંહ રાજપૂતની સાથે ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી’ અને ‘દિલ બેચારા’માં કામ કરી ચુકેલી સીનિયર બંગાળી એક્ટ્રેસ સ્વાસ્તિકા મુખર્જીએ પોતાની આવનારી ફિલ્મ ‘શિબપુર’ ના એક નિર્માતા સંદીપ સરકાર પર ગંભીર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. હાલમાં જ ઓટીટી ફિલ્મ કલામાં જાેવા મળેલી સ્વાસ્તિકાએ કહ્યુ કે, સંદીપ અને તેના સાાથીદારોએ ‘સહયોગ’ કરવા માટે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતાં. સંદીપ ફિલ્મના ગણતરીના નિર્માતાઓમાંથી એક છે. સ્વાસ્તિકાએ કહ્યુ કે, શૂટિંગ અને ડબિંગ દરમિયાન તેણી ક્યારેય સંદીપ સરકારને મળી નથી. પછી અચાનક સંદીપ સરકારે મને ધમકીભર્યા ઈમેલ મોકલવાના શરુ કરી દીધાં. શું છે ‘સહયોગ’નો અર્થ?.. સ્વસ્તિકાના જણાવ્યા અનુસાર સંદીપે દાવો કર્યો છે કે તે એક અમેરિકન નાગરિક છે અને જાે મેં તેની સાથે ‘સહયોગ’ ના કર્યો તો તે અમેરિકી એમ્બેસી સાથે વાત કરશે કે મને અમેરિકાના વિઝા ક્યારેય ના મળે. તેણે મને પોલીસ કમિશ્નર, મુખ્યમંત્રી વગેરે પાસે ઘસેડવાની ધમકી પણ આપી હતી. સ્વાસ્તિકાએ કહ્યુ કે, હવે મને જરાય નથી ખબર કે ‘સહયોગ’નો અર્થ શું છે.

એક્ટ્રેસે આગળ આરોપ લગાવતા કહ્યુ કે, તેના મેનેજરને રવીશ શર્મા નામના કોઈ વ્યક્તિ પાસેથી ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. જેણે સંદીપ સાથે જાેડાયેલા હોવાની વાત કહી છે. તેણીએ કહ્યુ કે, રવીશ શર્માનો દાવો છે કે આ એક ‘શાનદાર’ કોમ્પ્યુટર હેકર છે. તે મારી તસવીરોને ‘મૉર્ફ’ કરશે અને તેને અશ્લીલ વેબસાઈટો પર મોકલી દેશે. ઈમેલ સાથે, તેણે એક્ટ્રેસની બે તસવીરો મોકલી જે મોર્ફ્‌ડ અને ન્યૂડ છે. સ્વાસ્તિકાએ જણાવ્યુ કે ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી અને તેના પ્રમોશન માટે તારીખ પણ આપી દીધી હતી. પરંતુ, ફિલ્મ આગળ વધારી દેવામાં આવી છે. જેની જાણકારી એક્ટ્રેસને આપવામાં નહતી આવી. સ્વાસ્તિકાએ કહ્યુ કે, હું ચુપ હતી કારણકે ‘શિબપુર’ કોઈપણ વિવાદ વિના આરામથી રિલીઝ થઈ જાય. તેથી આશરે મહિના પહેલા પોલીસમાં ફરિયાદ કરીને પણ હું મીડિયામાં નહતી જઈ રહી. પરંતુ, પ્રોડ્યુસર તરફથી વાત ખતમ થતા જાેવા મળી નહીં. ‘શિબપુર’માં પરમબ્રત ચેટર્જી, મમતા શંકર, ખરાજ મુખોપાધ્યાય, સુષ્મિતા મુખર્જી પણ પ્રમુખ ભૂમિકામાં છે. નોંધનીય છે કે, સ્વાસ્તિકા થોડા સમય પહેલા ‘પાતાલ લોક’ અને ‘ક્રિમિનલ જસ્ટિલઃ અધૂરા સચ’ જેવી વેબ સીરિઝમાં પણ જાેવા મળી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/