fbpx
બોલિવૂડ

૧૭૧મી ફિલ્મ કર્યા પછી તેઓ એક્ટિંગને અલવિદા કહી શકે છે

થલાઈવા સ્ટાર તરીકે ઓળખાતા રજનીકાંત નિવૃત્તિ લેવાના મૂડમાં હોવાનું સાંભળવા મળ્યું છે. ૭૨ વર્ષના રજનીકાંત પણ અમિતાભ બચ્ચનની જેમ સતત ફિલ્મોમાં વ્યસ્ત રહે છે અને તેમની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જાેવાતી હોય છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતી ચર્ચા મુજબ, ૧૭૧મી ફિલ્મ કર્યા પછી તેઓ એક્ટિંગને અલવિદા કહી શકે છે. તમિલ ફિલ્મ મેકર મિસ્કિને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, નવી પેઢીના સફળ ડાયરેક્ટર લોકેશ કનગારાજ સાથે ફિલ્મ કરવાની રજનીકાંતની ઈચ્છા છે, જે તેમની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે. ડાયરેક્ટર મિસ્કિનનો આ ખુલાસો સોશિયલ પ્લેટફોર્મ પર ઝડપથી વાઈરલ થયો હતો અને રજનીકાંતના ચાહકો માટે તેના પર વિશ્વાસ કરવાનું અઘરુ હતું. થલાઈવા આ પ્રકારનો ર્નિણય લઈ શકે નહીં તેવું માનતા અનેક ચાહકોએ કોમેન્ટ કરી હતી કે, રજનીકાંતે પોતે ક્યારેય નિવૃત્તિ લેવાની વાત કરી નથી. કોઈ બીજાની કહેલી વાત પર વિશ્વાસ કરવો જાેઈએ નહીં. રજનીકાંતની આગામી ફિલ્મ જેલર ૧૦ ઓગસ્ટે રિલીઝ થવાની છે. ત્યાર બાદ દીકરી ઐશ્વર્યાની ફિલ્મ લાલ સલામમાં પણ રજનીકાંતનો લીડ રોલ છે. તેમની ૧૭૦મી ફિલ્મનું ટાઈટલ થલાઈવર રખાયું છે. ત્યારબાદ ૧૭૧મી ફિલ્મ લોકેશન કનગારાજ સાથેની છે, જેને સન પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/