fbpx
બોલિવૂડ

ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પોન્સર કરનાર આણંદના વેપારીને મુસ્લિમ આગેવાનોએ માફી મંગાવી

ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પોન્સર કરનાર આણંદના એક વેપારીને મુસ્લિમ આગેવાનોએ માફી મંગાવી છે. આણંદના વેપારીએ મુસ્લીમ સમાજની માફી માગતો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આણંદના વેપારીએ માફી માગતા કહ્યુ કે મે સ્પોન્સરશિપ પરત લીધી છે. વેપારીએ સ્પોન્સર કર્યા બાદ મુસ્લિમોએ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ કર્યો હતો. આણંદના? મુબારક ટેલર્સ નામની દુકાન ધરાવતા ધર્મેશ બાલીનો મુસ્લિમ સમાજ દ્વારા બોયકોટ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના દ્વારા અપાયેલા ઓર્ડર રદ્દ કરવાનું શરૂ થયુ હતુ. ત્યારબાદ મુસ્લિમ સમાજના લોકોએ તેમનો ફોન અને સોશ્યલ મિડિયામાં વિરોધ શરુ થયો હતો. આણંદના વેપારી પાસે માફી મંગાવતા વિડિયામાં દેખાતા મુસ્લીમ આગેવાને પણ આ મુદ્દે સ્પષ્ટતા કરતો વિડિયો પોસ્ટ કર્યો છે. તોસિફ ભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા કહ્યુ કે, ધર્મેશભાઈ મારા મિત્ર છે મે તેમની પાસે માફી મંગાવી નથી. ઘર્મેશભાઈ ફિલ્મના સ્પોન્સર થતા વિરોધ શરૂ થયો હતો તે માટે તેમણે ફોન કરી મને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યુ હતુ કે, મુસ્લિમ સમાજના મારા ઘણા ગ્રાહકો છે. મે ફિલ્મ સ્પોન્સર કરતા મુસ્લિમ સમાજ ખુબ નારાજ થયો છે અને મારા ઘણા ઓર્ડર રદ્દ થયા છે. મે સ્પોન્સરશીપ રદ્દ કરી છે અને હું માફી માગુ છું આવો વિડિયો તમારા સમાજના ગૃપમાં મુકી આપો. હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ ગેરસમજ ઉભી ન થાય અને એકતા જળવાય રહે તે માટે વિડિયો પોસ્ટ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/