fbpx
બોલિવૂડ

‘જવાન’એ રિલીઝ પહેલા ૧૭ કરોડમાં ૫ લાખ ટિકિટ વેચાઈ ગઈ

છેલ્લા ઘણાં અઠવાડિયાથી એક્શન ફિલ્મનું દમદાર એડવાન્સ રીતે બુકિંગ થઇ રહ્યું છે. કેટલાક સિનેમાઘરોમાં ટિકિટોની કિંમત ૨.૪ લાખ સુધી પહોંચી ગઇ હતી. મલ્ટીપ્લેક્સના આંકડા દર્શાવતા મનોબાલાએ બ્લોક સીટોના ડેટા ટિ્‌વટ કર્યા છે. જવાન મુવીની શરૂઆતના દિવસે ૫ લાખથી પણ વધારે ટિકિટ વેચાઇ ગઇ છે. જવાન મુવીએ પહેલાં દિવસે ભારતમાં ૫,૦૦,૦૦૦ ટિકિટોનું એડવાન્સ બુકિંગનો આંકડો પાર કરી દીધો છે. નેશનલ મલ્ટીપ્લેક્સની વાત કરવામાં આવે તો જવાનના એડવાન્સ બુકિંગમાં ઁફઇ માં ૧,૧૨,૨૯૯, ૈંર્હટ-૭૫,૬૬૧, ઝ્રૈહીॅર્ઙ્મૈજ-૪૦,૫૭૭ માં ટિકિટો બુક થઇ ગઇ છે.

આ બધી કુલ મળીને ૨,૨૮,૫૩૮ ટિકિટ બુક થઇ ચુકી છે. ત્યારબાદ મનોજ બજયબાલને બ્રેક અપ આપતા આંકડાઓને લઇને વાત કરી છે કે, સિટી વાઇસ બધા થિએટરમાં દિલ્હી એનસીઆર-૩૯,૫૩૫(૧.૯૧ કરોડ રૂપિયા), મુંબઇ- ૩૯,૬૦૦(૧.૫૭ કરોડ રૂપિયા), બેંગલોર-૩૯,૩૨૫(૧.૪૨ કરોડ રૂપિયા), કોલકતા ૪૦.૦૩૫(૧.૧૬ કરોડ રૂપિયા) એમ પૂરા ભારતમાં બ્લોક સીટોને છોડીને અત્યાર સુધીમાં ૧૪ થી ૧૭ કરોડ રૂપિયાની ૫,૧૭,૭૦૦ થી પણ વધારે ટિકિટ વેચાઇ ગઇ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટિ્‌વટ કરીને જવાનનું એડવાન્સ બુકિંગ અને અલગ-અલગ શહેરોમાં સવારમાં શોના વિશે જાણકારી આપી છે.

એમના જણાવ્યા અનુસાર જવાન નેશનલ ચેન્સમાં જબરજસ્ત રીતે પ્રોગ્રેસ કરી રહી છે. નોન નેશનલ ચેન્સમાં જવાનના એડવાન્સ બુકિંગના આંકડા જાેરદાર છે…દિલ્હી, બિહાર, રાજસ્થાન અને હિન્દી બેલ્ટમાં સિંગલ સ્ક્રીન અસાધારણ પરિણામ જાેવા મળ્યા. આમ, જે લોકો જવાન મુવીનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે એ રીતે જવાનને બોક્સ ઓફિસ પર બહુ સારું પરફોર્મ કરશે એવું લાગી રહ્યું છે.

શાહરુખે બ્લોકબસ્ટર સ્પાઇ ફિલ્મ પઠાની સાથે સતત બીજી વાર ૧૦૦ કરોડની ઓપનિંગ કરશે એવું માનવામાં આવી રહ્યુ છે. કહેવાય છે કે જવાન શાહરુખ ખાન માટે વર્ષની ૧૦૦૦ કરોડ કમાણી કરનાર એક બીજી ફિલ્મ બની શકે છે. જવાન મુવીમાં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર, યોગી બાબુ અને રિધી ડોગરા સહિત બીજા પણ અન્ય કલાકારો છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જવાન મુવીના ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ૩૧ ઓગસ્ટના દિવસે રિલીઝ થયુ હતુ. જાે કે થોડા જ કલાકમાં અધધધ..લોકોએ આ ટ્રેલરને જાેઇ લીધુ હતુ અને સોશિયલ મિડીયામાં ચારે બાજુ ચર્ચાઓ થવા લાગી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/