fbpx
બોલિવૂડ

ફિલ્મ ડંકીને રિલીઝ પહેલા ૨૩૦ કરોડની આવક મળી ગઈ

ઈન્ડિયન બોક્સઓફિસમાં ૨૦૨૩નું વર્ષ પોતાના નામે કરવાનો પ્લાન શાહરૂખ ખાને બનાવ્યો હોય તેમ લાગે છે. ૨૦૨૩ની શરૂઆતમાં શાહરૂખની પઠાણને જબરજસ્ત કલેક્શન મળ્યું હતું. ત્યારબાદ આવેલી જવાન પણ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. જવાનનો જાદુ થોડો ધીમો પડી રહ્યો છે ત્યારે આ વર્ષે શાહરૂખની ત્રીજી ફિલ્મનું આગમન થવાની જાહેરાત થઈ છે. ડંકી ફિલ્મ ક્રિસમસ પર થીયેટરમાં રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મે રૂ.૨૩૦ કરોડની આવક મેળવી હોવાના રિપોર્ટ્‌સ છે. ડંકી ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તાપસી પન્નુ લીડ રોલમાં છે.

શાહરૂખ અને તાપસી પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થાય તેવી શક્યતા હતી. જાે કે રિસેન્ટ રિપોર્ટ્‌સ મુજબ, ફિલ્મના ઓટીટી રાઈટ્‌સ જિયો સિનેમાએ ખરીદ્યા છે અને ડીલ રૂ.૧૫૫ કરોડમાં થઈ છે. ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સના વેચાણમાંથી ફિલ્ને રૂ.૨૩૦ કરોડની આવક થઈ હોવાનું કહેવાય છે. ફિલ્મની પ્રી-રિલીઝ આવક અંગે સત્તાવાર જાણકારી અપાઈ નથી. ડંકીને શાહરૂખની પત્ની ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે, જ્યારે રાજકુમાર હિરાણી તેના ડાયરેક્ટર છે. મુન્નાભાઈ એમબીબીએસ અને ૩ ઈડિયટ્‌સ જેવી ફિલ્મો હિરાણીએ બનાવેલી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ, બોમન ઈરાની, સતીશ શાહ અને દિયા મિર્ઝા પણ મહત્ત્વના રોલમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/