fbpx
બોલિવૂડ

બોક્સઓફિસ પર સફળતા માટે નવો બેન્ચમાર્ક ૧૦૦૦ કરોડ ઃ સલમાન ખાન

પઠાણ, જવાન અને ગદર ૨ જેવી ફિલ્મોના કલેક્શનની અસર થઇ ગઈ ખરા.. ૧૦૦ કરોડની રકમ હવે નજીવી લાગે છે ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૩નું વર્ષ ખૂબ જ આશ્ચર્યજનક સફળતા લાવ્યું છે. શાહરૂખની ફિલ્મ પઠાણ અને જવાનને વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર રૂ.૧૦૦૦ કરોડથી વધુનું કલેક્શન મળી ચૂક્યું છે, જ્યારે સની દેઓલની ફિલ્મ ગદર ૨ને ઈન્ડિયન માર્કેટમાં રૂ.૫૦૦ કરોડથી વધુની આવક મળી છે. આ સફળતાને જાેઈ સલમાન ખાને ફિલ્મની સફળતાને માપવા માટેના માપદંડ બદલવા સૂચન કર્યું છે.

સલમાન ખાને જણાવ્યું હતું કે ૧૦૦ કરોડની ક્લબ હવે ભૂતકાળ બની ચૂકી છે. નવો બેન્ચમાર્ક રૂ.૧૦૦૦ કરોડ હોવો જાેઈએ. પંજાબી એક્ટર જિપ્પી ગરેવાલની આગામી ફિલ્મ મૌજાં હી મૌજાંના ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાને બોક્સઓફિસ પર પંજાબી ફિલ્મોની અસામાન્ય સફળતાને બિરદાવી હતી. આ સાથે જણાવ્યું હતું કે, નોર્થમાં કોઈ ફિલ્મને રૂ.૫૦૦-૬૦૦ કરોડનું કલેક્શન મળવું હવે સહજ બની ગયું છે. રૂ.૧૦૦ કરોડનો આંક તો હવે સાવ ઓછું કલેક્શન હોય ત્યારે આવે છે. પંજાબી ઈન્ડસ્ટ્રી, હિન્દી ઈન્ડસ્ટ્રી, દરેક ઈન્ડસ્ટ્રીમાં દરેક ફિલ્મ ૪૦૦-૫૦૦-૬૦૦ કરોડનો આંક પાર કરી જાય છે. લોકો ફિલ્મ જાેવા ફરી થીયેટરમાં જઈ રહ્યા છે અને તેના કારણે રૂ.૧૦૦ કરોડનું કલેક્શન મળવું મોટી વાત નથી. મને લાગે છે કે, ફિલ્મ માટે હવે નવો બેન્ચમાર્ક રૂ.૧૦૦૦ કરોડનો હોવો જાેઈએ. જિપ્પી ગરેવાલની છેલ્લી ફિલ્મ કેરી ઓન જટ્ટા ૩ને વર્લ્ડવાઈડ રૂ.૧૦૦ કરોડનું કલેક્શન મળ્યું હતું.

આગામી ફિલ્મ મોજાં હી મૌજાં પણ સફળ રહેવાની તેમને આશા છે. જિપ્પીએ જણાવ્યું હતું કે, પંજાબી ફિલ્મો સામાન્ય રીતે ૧૦-૧૫ કરોડનો બિઝનેસ કરી શકતી હતી. હવે તો સલમાન પણ કલેક્શન વધવાની વાત કરી રહ્યા છે ત્યારે આગામી ફિલ્મ પણ હિટ જશે. આ વાત સાંભળીને સલમાને મજાકમાં જણાવ્યુ હતું કે, મારી વાત પર વિશ્વાસ ના કરીશ, ફિલ્મ પર રાખજે. કારણ કે, મારી આગાહીઓ મારી ફિલ્મના કિસ્સામાં પણ સાચી ઠરી નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની છેલ્લી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને રૂ.૧૧૦ કરોડથી વધુનું કલેક્શન મળ્યુ હતું. તે સમયે આ ફિલ્મને હિટ માનવામાં આવતી હતી. જાે કે પઠાણ, ગદર ૨ અને જવાન જેવી ફિલ્મોએ બ્લોકબસ્ટર ફિલ્મના માપદંડમાં ધરમૂળથી ફેરફાર લાવી દીધો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/