fbpx
બોલિવૂડ

પાકિસ્તાન પર ભારતની પહેલી એર સ્ટ્રાઈક પર અક્ષય ફિલ્મ બનાવશે

અક્ષય કુમારે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે નવી ફિલ્મનું એલાન કર્યું છે. પાકિસ્તાન પર ભારતની હેલી એર સ્ટ્રાઈક આધારિત ફિલ્મ સ્કાય ફોર્સને એનાઉન્સ કરવાની સાથે અક્ષયે રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. અક્ષય કુમારે વીડિયોમાં જણાવ્યુ હતું કે, નવી ફિલ્મ વિષે વાત કરવા માટે આનાથી સારો દિવસ હોઈ શકે નહીં. અક્ષય કુમારે શેર કરેલા વીડિયોની શરૂઆતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રતિ મોહમ્મદ અયૂબ ખાનનું નામ લખેલું છે અને તેમની પાછળ વોઈસ ઓવર સંભળાય છે.

તેઓ કહે છે, પાકિસ્તાનની ૧૦ કરોડની જનતા ત્યાં સુધી ચેનથી નહીં બેસે જ્યાં સુધી દુશ્મનની બોલતી કાયમ માટે બંધ ન થઈ જાય. હિન્દુસ્તાની સરકાર કદાચ એ નથી જાણતી કે તેઓ કઈ કોમને લલકારી રહ્યા છે. વીડિયોમાં આગળ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના વિઝ્‌યુઅલ્સ જાેવા મળે છે. તેઓ કહે છે, તલવારની ધાર પર કે એટમ બોમ્બના ડરથી કોઈ અમારા દેશને દબાવવા માગશે તો આ દેશ ક્યારેય દબાશે નહીં.

આગળ લખ્યું છે, દેશની પહેલી એર સ્ટ્રાઈકની નહી સાંભળેલી કહાની. બેકગ્રાઉન્ડમાં જય હિન્દનું મ્યૂઝિક સંભળાય છે.. અક્ષય કુમારે કેપ્શનમાં જણાવ્યું છે, ગાંધી-શાસ્ત્રી જયંતીના દિવસે સમગ્ર દેશ જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન કહી રહ્યો છે. સ્કાય ફોર્સ આપણા દેશની પહેલી એર સ્ટ્રાઈકની અજાણી સ્ટોરીને રજૂ કરશે. જિયો સ્ટુડિયોઝના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડાયરેક્શન સંદીપ કેવલાની અને અભિષેક કપૂર કરી રહ્યા છે. ફિલ્મને આગામી વર્ષે બીજી ઓક્ટોબરે જ રિલીઝ કરવામાં આવશે. જાન્હવીના કથિત બોયફ્રેન્ડ શિખરનો ભાઈ વીર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. જાન્હવી અને ખુશી કપૂર સહિત અનેક મિત્રોએ સ્કાય ફોર્સ એનાઉન્સ થતાં વીરને શુભેચ્છા આપી હતી.

કોલસાની ખાણમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા પોતાનો જીવ જાેખમમાં મૂકનારા શીખ જસવંતસિંગ ગિલના જીવન આધારિત ફિલ્મ મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુમાં અક્ષય કુમારનો લીડ રોલ છે. રીયલ લાઈફ હીરો જસવંતસિંગને દર્શાવતી આ ફિલ્મ અગાઉ અક્ષય કુમારે ત્રણ ફિલ્મમાં શીખનો રોલ કર્યો છે. ૨૦૧૯ના વર્ષમાં કેસરી, ૨૦૧૪માં સિંઘ ઈઝ બ્લિંગ, અને સિંઘ ઈઝ કિંગમાં અક્ષયે અગાઉ શીખનો રોલ કર્યો હતો. શીખ કેરેક્ટર ભજવ્યું હોય તેવી અક્ષયની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ચોથી ફિલ્મમાં અક્ષય કુમાર શીખનો રોલ કરવાના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/